તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બટકવાડા પંચાયતના તલાટી Rs.500ની લાંચ લેતા ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બટકવાડા પંચાયતના મહીલા તલાટી કૈલાશબેન પારગી દ્વારા કેટલ શેડના કામમાં સહી સિકકા કરાવવા માટે ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે રૂ.1000ની માંગણી કરતા હતા. ફરિયાદીના પાડોશીને રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના અંતર્ગત કેટલ શેડના બિલોના કાગળોમાં સહી સિક્કા કરવા માંટે બટકવાડાના તલાટીએ પ્રથમ સહી સિક્કાના રૂ.500 અને બિલ મંજુર થયાં બાદ રૂ.500 એમ કુલ.રૂ.1000ની માંગણી કરેલ, જે ફરીયાદીએ લાંચ આપવી ન હોય પડે તે માટે ફરિયાદીએ એસીબી લુણાવાડામાં ફરીયાદ કરી હતી. ફરીયાદના આઘારે એસીબી પોલીસ એચબી ગામિતી તથા સ્ટાફે છટકુ઼ ગોઠવ્યું હતું. શુક્રવારે બટકવાડાની તલાટીને ફરીયાદી પાસે પ્રથમ સહી સિક્કા કરવાના લાંચના રૂ.500 લેતાં ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

બટકવાડા ગ્રામ પંચાયતના તલાટી રૂ.500ની લાંચ લેતા ઝડપાયા.તસવીર ઇલ્યાસ શેખ

અન્ય સમાચારો પણ છે...