તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા બારીયા બસના મહિલા કન્ડકટર દ્વારા વિદ્યાર્થી સાથે અભદ્ર વર્તન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાથી બારીયા બસ વાયા ઘોઘંબા થઇ જાય છે. આ બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહિલા દ્વારા મહિલાઓને લાંછન લાગે તેવુ વર્તન કરી વિદ્યાર્થીનો પાસ બસ બહાર નાખી દઇ વિદ્યાર્થીને વડાતળાવના વળાંકમાં ઉતરી દઇ બસ રવાના કરી દિધી હતી.

વડોદરાથી બારીયા વાયા ઘોઘંબા વિદ્યાર્થીઓ જેઓ હાલોલ ખાતે અભ્યાસ માટે આવે છે. તેઓ પરત આ બસમાં પોતાના ગામ જાય છે. રણજીતનગરનો મિતેશ પટેલ ગુરૂવારે આ બસમાં રણજીતનગર જવા માટે બસમાં બેઠો તનો એક ચંપલ બસના ખાનામાંથી પડી જતા તેને કલિનરને વિનંતી કરી કે બસ ઉભી રાખો મારો ચંપલ લઇ લઉં, આ સાંભળી મહિલા કલીનર ગુસ્સે ભરાઇ અને મિતેશને ધકકો મારી પુરૂષો ન બોલે તેવી બિભત્સ ભાષા વાપરી મિતેશનો બસ પાસ બહાર નંખી દઇ મિતેશને રણજીતનગરને બદલે વડાતળાવ ઉતારી દીધો હતો. આ વખતે બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થી તરૂણ શાહને ગાળો આપી ફેંટ પકડી ધમકાવ્યો હતો. બાદમાં બસમાંથી ઉતારી દીધો હતો.

વડોદરાથી બારીયા જતી બસ જે બારીયા ડેપો ની હોઈ સાજે ચાર વાગ્યે વડોદરા થી ઉપડી ધોધંબા થઇ પરત બારીયા જાય છે પરંતુ ભાજપ ના રાજ મા મહીલા સશકતિકરણ ઉપર જે ભાર મુકવામા આવ્યો છે તેને લાછન રુપ ધટના સામે આવી છે.

હું રોજ આ બસમાં અપડાઉન કરુ છું
હુ બસ મા જ હતો સદર લેડીઝ કંડકટર દ્વારા આ બસમા રોજ આ રીતની જ વર્તણુક કરાતી હોય છે. હુ રોજ આ બસ મા અપડાઉન કરુ છું પણ અમે મફતમા બસમા બેસતા હોય તેવુ વર્તન કરાય છે.તરુન શાહ, વિદ્યાર્થી

મને પણ ધમકી આપી ચુપ કરી દેવાયો
ગુરૂવાર ના દીવસે હુ પણ તે બસ મા જ હતો વગર વાકે તે છોકરા ને ગાળો બોલી ફેટ પકડી તેને પાસ ફેકી ચાલુ બસ મા થી ઉતારી પાડતા બધા પેસેન્જરો નામર્દ બની જોતા રહ્યા મે વીરોધ કરતા મને પણ ધમકી આપી ચુપ કરી દેવાયો.કેતુ હર્ષદકુમાર પટેલ, અપડાઉન કરનાર વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...