તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરા તા. પં.માં આધારકાર્ડ કઢાવવા જામતી લાંબી કતારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકામાં હજી પણ એવા કેટલાક ગામડા તેમજ લોકો છે જેઓએ આધારકાર્ડ કઢાવ્યા નથી. શરૂઆતમાં આધારકાર્ડ કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ખાનગીક્ષેત્રમાં પણ ઇજારો આપવામાં આવ્યો હતો. પરંતુ તે પણ સફળ ન જતા પ્રર્વતમાન સમયમાં શહેરામાં તાલુકા પંચાયત ખાતે આધારકાર્ડ કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. થોડા સમય પહેલા શહેરામાં આવેલી એસબીઆઇ બેંકમાં ચાલતી કામગીરી અમુક કારણોસર બંધ કરાતા બધો જ ભાર તાલુકા પંચાયતના એક જ વ્યકિતના શિરે આવી પડયો છે. હવે પરિસ્થિતિનું એવુ નિર્માણ થાય છે ગામડાઓમાંથી મોટીસંખ્યામાં લોકો આધારકાર્ડ કઢાવવા માટે આવતા હોય છે. અત્યારે શિયાળામાં ઠંડી પણ ચરમસીમાએ છે. આવા વાતાવરણમાં કેટલાયે સ્ત્રીઓ પોતાના નાના બાળકો સાથે વહેલી સવારથી કતારમાં ઉભેલી નજરે પડે છે. ખરેખર જવાબદાર સબંધિત તંત્રએ એક કરતા વધારે આવા સ્ટોલ તાલુકા પંચાયત ખાતે ખોલી લોકોને પડથી અગવડતા દુર કરવી જોઇએ.

ઘણી વખત કેટલાયે લોકોને ધકકા ખાવાનો વારો આવતો હોય છે. આમ તેઓનો સમય અને રૂપિયાનો વ્યર્થ વ્યય થાય છે. જેને સરકાર દ્વારા મોટા ફાંકા મારતા હોય છે તેઓ ગરીબોની ચિંતા કરે છે. તો તે સાર્થક કરાવવુ હોય તો એક કરતા વધારે આધારકાર્ડ કાઢવાના સ્ટોલ ચાલુ કરવા જોઇએ. તો સરકારના પ્રયાસો યથાર્થ કહેવાશે.

અન્ય સમાચારો પણ છે...