તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Sukhsar News Seven People Were Injured When Overturned Passenger Filled Ranks In Sukhsar 073604

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખસરમાં પેસેન્જર ભરેલ રેંકડો પલટતાં સાતને ઈજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરૂવારના રોજ કંથાગર ગામના દિતાભાઈ મેઘાભાઇ બારીયા કંથાગર તરફથી સુખસર તરફ એક પાર્સિંગ વગરના અતુલ શક્તિ લોડિંગ રેકડામાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મુસાફરો ભરી સુખસર તરફ આવી રહ્યો હતો. ત્યારે સુખસરમાં રસ્તાની સાઇડમાં આવેલી ગટરમાં રેકડો પલટી ખાતા અંદર બેઠેલા મુસાફરોએ ચિચાચીસ કરી મુકતા આસપાસથી લોકો દોડી આવી રેકડામાં મુસાફરી કરતા ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા હતા. તેમાં કાનજીભાઈ કશનાભાઈ વાખળાના ઓને જમણાપગે, ઢીંચણ નીચે,સાથળઉપર, બરડામાં ઇજાઓ પહોંચતાં લોહીલુહાણ થઇ ગયા હતા. જ્યારે સવિતાબેન વીરસીંગભાઇ મહિડા સહિત અન્ય પાંચેક મળી કુલ સાત જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચવા પામી હતી. જ્યારે રેકડા ચાલક પોતાના કબજાના રેકડાને ઉભો કરી રેકડો લઈ ભાગી છૂટ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત મુસાફરોએ પોતપોતાની રીતે ૧૦૮ દ્વારા સારવાર માટે દવાખાનામાં પહોંચી ગયા હતા. અકસ્માત સંદર્ભે કાનજીભાઈ વાખળાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં છકડા ચાલક વિરૂધ્ધ જ્યારે બીજા અકસ્માત બનાવમાં આજરોજ સુભાષભાઈ જેસીંગભાઇ તાવીયાડ રહે.ગોઠીબ હોળીફળિયા તા.સંતરામપુરનાઓ રૂપાખેડા ગામે બહેનને મુકવા માટે આવેલ હતા. તે દરમિયાન સવારના દસ વાગ્યાના અરસામાં પાડલીયા ગામેથી પસાર થતા સામેથી આવતી એસ.ટી.બસ સાથે સુભાષભાઈ તાવીયાડની બાઇક સાથે અકસ્માત થતા સુભાષભાઈ તાવીયાડ મોટરસાયકલ ઉપરથી નીચે પટકાતા જમણા પગના પંજા ઉપર ઈજા પહોંચી હતી. તેમજ અંગૂઠા અને આંગળીઓમાં ફેક્ચર થવા પામ્યું હતું. તેમજ માથામાં કપાળની જમણી બાજુ તથા જમણા હાથે કોણી ઉપર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળે છે.એસ.ટી.બસ મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતાં એસ.ટી.ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસને સુખસર પોલીસ સ્ટેશનમાં લાવી ચાલક હાજર થઇ ગયા હતા.પોલીસ સ્ટેશનની કાર્યવાહી બાદ એસ.ટી.ચાલકનો જામીન ઉપર છુટકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો