તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં રૂા.252 લાખની સહાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત મંત્રી, પદાધિકારીઓ-મહાનુભાવોના હસ્તે જિ.ના ૬૨૦૭ લાભાર્થીઓને રૂ.૨૫૨.૦૧ લાખની સહાય વિતરણ કરાઇ હતી. જેમાં ૫૬૮૦ લાભાર્થીઓને વિવિધ વિભાગોની રૂ.૧,૭૪,૪૦,૨૨૪ની સાધન સહાય અને ૫૨૭ લાભાર્થીઓને રૂ. ૭૭,૯૪,૪૮૦ની રકમના ચેક સહાયનો સમાવેશ થાય છે.

પાછલા વર્ષના ગરીબ કલ્‍યાણ મેળાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ અંતર્ગત તેમને મળેલી સહાયથી તેમની આર્થિક સ્થિતિના સુધાર અંગે જણાવ્યુંં હતું. જેમાં ઓટોરીક્ષા ફેરવી ગુજરાન ચલાવતા સુનિલભાઇ રાઠોડે દિકરી પ્રિયાંશીના હ્રદયના છિદ્ર ઓપરેશન માટે મા વાત્સલ્ય કાર્ડ થકી મળેલી વિનામૂલ્યે આરોગ્ય સારવાર માટે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે, મંત્રી જયદ્રથસિંહ પરમારને કન્યા કેળવણી નિધિ હેતુ ગોધરા એ.પી.એમ.સી. દ્વારા રૂ. ૨૫,૦૦૦નો ચેક, જિલ્‍લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રૂ. ૨૧,૦૦૦નો ચેક, ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રૂ. ૧૫,૦૦૦નો ચેક, મોરવા (હ) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રૂ. ૧૫,૦૦૦નો ચેક અને પંચમહાલ જિલ્‍લા માધ્યમિક અને ઉચ્‍ત્તર મા.શૈક્ષણિક સંઘ દ્વારા રૂ. ૧૧,૦૦૦નો ચેક અર્પણ કરાયા હતાં. સમારોહનું શાબ્દિક સ્વાગત કરી જિ.કલેકટર ઉદિત અગ્રવાલે, જિ.ના કુલ ૧,૦૮,૩૯૨ લાભાર્થીઓને વિવિધ યોજનાઓની વ્યકિતગત અને સામુહિક મળી રૂ.૧૬૦૧૨.૨૯ની સહાયની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ગરીબ કલ્યાણ મેળામાં અપાતી સાધન સહાય લાભાર્થીના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્રે કરી છે. આ પ્રસંગે જિ. પં. પ્રમુખ રાજપાલસિંહ જાદવ, કાલોલના ધારાસભ્‍ય, પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરાયું હતું. તસવીર-હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...