તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિ વાવેતરમાં ઘટાડો : 2491 હે.માં વાવેતર નોંધાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓછા વરસાદના કારણે મહિસાગર જીલ્લાના રવિ વાવેતરમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 5 હજાર હેકટર રવિ વાવેતર આવુ થયુ છે. જેમાં કુલ 42491 હેકટરમાં રવિ વાવેતર નોંધાયું છે.

સમગ્ર ગુજરાતમાં ગત ચોમાસામાં અમુક વિસ્તારમાં જળ બંબાકાર રેલાયો હતો. અમુબ વિસ્તારમાં નહીંવત વરસાદ પડયો હતો. તેમાં ખાસ કરીને આ ચોમાસામાં મહિસાગર જીલ્લામાં મેઘરાજાએ ધરતીપૂત્રોને નિરાશ કર્યા હતા. અને તેની માઠી અસર ખેડૂતોને શિયાળુ સિઝનના રવિ વાવેતર ઉપર પડી હોવાનું જોવા મળે છે. ચોમાસુ વરસાદ ઓછો પડવાના કારણે બોર કૂવાઓમાં પાણીના તળ ઉપર આવ્યા નથી. ત્યારે મહિસાગર જીલના તાલુકાઓમાં જમીનીસ્તરની હકિકત વહીવટી તંત્ર મારફતે સરકાર સુધી પહોંચડવામાં આવે તો આ જિલ્લો અર્ધ અછતમાં સમાવેશ થાય છે. પરંતુ જિલનું વહીવટી તંત્ર આંકડાઓની માયાજાળા રમી સરકારને દુષ્કાળ જાહેર ન કરીને મદદ કરતા હોવાનું પણ ખેડૂત વર્ગ માને છે. આ વર્ષ વરસાદ ઓછો હોવાનું ખુદ સરકારના ચોપડે નોંધાયેલ રવિ વાવેતરના આંકડા બોલે છે. આ વર્ષમાં લુણાવાડા તાલુકાની જીવાદોરી સમાન કડાણા ડેમ આધારિત ડાબાકાંઠા કેનાલમાં

...અનુ. પાન. નં. 2

હાલની સ્થિતિએ પાકનું વાવેતર હેક્ટરમાં
પાક 2017 2018

ઘઉં 22018 15493

મકાઇ 9794 11142

ચણા 6176 6055

રાઇ 70 96

લસણ 317 163

ડુંગળી 204 268

બટાકા 106 86

શાકભાજી 1572 1242

ઘાસચારો 6112 7716

રવિ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે વિરભદ્રસિંહ સિસોદીયા

તાલુકાવાર રવિ વાવેતર (હેક્ટરમાં)
તાલુકો 2017 2018

લુણાવાડા 13406 13899

ખાનપુર 3791 5473

સંતરામપુર 10094 8962

કડાણા 11222 8462

બાલાશિનોર 1632 3148

વિરપુર 4771 4229

- - -

અન્ય સમાચારો પણ છે...