તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Kadana News Presentation Of Arbitrary Administration By Villagers Against Sarpanch Talati 024041

સરપંચ-તલાટી વિરૂદ્ધ ગ્રામજનો દ્વારા મનસ્વી વહીવટની રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડાણા તાલુકાના ડિટવાસ ગ્રામપંચાયતના સરપંચ અને તલાટી વિરુદ્ધ ગ્રામજનો દ્વારા મનસ્વી વહીવટી તેમજ સત્તાનો દૂર ઉપયોગ કરી કામો કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટર અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી.

કડાણા તાલુકામાં આવેલ ડિટવાસ ગ્રામ પંચાયતમાં 3 થી 4 હજાર વસ્તી ધરાવતી પંચાયત જેમાં મોટા ભાગે આદિવાસી પ્રજા વસે છે. ત્યારે સરકારના વિકાસના કામોને લઈ ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા મોટાભાગની યોજનાઓ અને વિકાસલક્ષી કામો પોતાના સગા સબંધી અને મળમતિયાઓના નામે લખી સરપંચ દ્વારા સત્તાના દુરુપયોગ કરી ગ્રામજનો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.ગ્રામજનોનું કહેવું છે કે ગત ૨૦/૧૨/૨૦૧૮ ના રોજ ડિટવાસ ગ્રામપંચાયતની ગ્રામસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું.તે અંગે સરપંચ અને તલાટી દ્વારા ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી. જેમાં સરકારના નિયમ મુજબ ગ્રામસભા અંગે દાંડીપીટવી અને

...અનુ. પાન. નં. 2

કડાણા તાલુકાના ડીટવાસ ગ્રામ પંચાયત નું નવિન મકાન જે આજ સુધી બંધ હાલતમાં છે જે તસવીરમાં જોઈ શકાય છે.તસવીર નિતુરાજ પુવાર

પંચાયતના દરવાજા પર તાળા લટકતા હતા
ડિટવાસ ગ્રામપંચાયતની ગત ગ્રામસભાના રોજ અમે ગ્રામજનો પંચાયત ઘર આગળ સવારના બેઠા હતા. જ્યારે ગ્રામસભા સરપંચના નિવાસસ્થાને ચાલુ હતી. અને પંચાયત ઘરના દરવાજા ઉપર તાળા લટકતા હતા. સુરમાભાઈ ભૂરાભાઈ ડામોર, સ્થાનિક ડિટવાસ

રજૂઆત મળેલ જેની તપાસ ચાલુ છે
આ બાબતની રજુઆત મળેલ છે. જેની તપાસ ચાલુ છે. ત્યારબાદ તે અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. સુરજ એસ. મેકવાન, ટીડીઓ કડાણા

તમામ રેકોર્ડ સરપંચના ઘરે છે : તલાટી
ડિટવાસ ગ્રામ પંચાયતનું નવીન મકાનનું બાંધકામ થયાને વર્ષો વીતવા છતાં તલાટી અને સરપંચ દ્વારા સરકારી દસ્તાવેજો અને રેકોર્ડ સરપંચના નિવાસસ્થાને રાખવામાં આવે છે.કોઈ કામ અર્થે તલાટીને પૂછતા તમામ રેકોર્ડ સરપંચના ઘરે છે ત્યાં આવજો તેવું ગ્રામજનોને કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...