તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોદ વરોડના ટોલટેક્સ પર ચોથા દિવસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમડીના વરોડમાં નવીન ટોલબૂથ પર ચોથા દિવસે કોઈ ઘટના ન બને તે માટે ટોલ ટેક્સ કાઉન્ટર પાસે પોલીસ બંદોબસ્ત ટોલ અધિકારી દ્વારા મૂકવામાં આવ્યો હતો. હાલમાં તાલુકા આખામાં ટોલટેક્સ મુદ્દે ગરમાવો ચાલી રહ્યો છે.ત્યારે ટોલ અધિકારી દ્વારા કલેક્ટર અને પોલીસ વડાને પણ ટોલ મામલે માહિતીગાર કર્યા છે.સતત ત્રણ દિવસ સુધી સ્થાનિકો અને ટોલ કર્મીઓ સાથે બોલાચાલીના બનાવો બાદ વાતાવરણ તંગ બનવાના કારણે ટોલ ખાતે રાત્રિ દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે ચોથા દિવસે સલામતીના ભાગરૂપે પોલીસ પહેરો મૂકવામાં આવ્યો હતો.સ્થાનિકોને ટોલટેક્સ માંથી મુક્તિ આપવા સહિતની માંગને દયાને લઈને આ સમગ્ર ચર્ચા માટે ટોલ અધિકારી દ્વારા ઉચ્ચ વિભાગ અને તંત્ર સાથે વાતચિત ચાલી રહી છે.પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

ઝાલોદ તાલુકાના વરોડના નવીન ટોલ ખાતે ચોથા દિવસે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. સરફરાજ ગુડાલા

સ્થાનિકોને રાહત થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે
ઝાલોદ તા.નાં સ્થાનિકોના વાહનોનો ટોલ ટેક્સ મુદ્દે હાલમાં ચર્ચા ચાલી છે. સ્થાનિકોને રાહત થાય તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે.રાજીવકુમાર શર્મા, ટોલ મેનેજર

પોલીસ પણ એક્શનમાં
નવીન ટોલ ટેક્સના વિરોધ મુદ્દે આજે સરપંચો, આગેવાનો, સ્થાનિકો, મોટર માલિકો,વાહન સંગઠનો અને ઝાલોદ ધારાસભ્ય પ્રાંતને આવેદન આપશે. આવેદનને લઈને પોલીસ પણ એક્શનમાં જોવા મળી છે. કચેરી ખાતે કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત મુકાશે.

અન્ય સમાચારો પણ છે...