ગવાડુંગરામાંંથી 51 હજારના દારૂ સાથે એકની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસ અધિક્ષક દાહોદ તથા ના.પો.અધિક્ષક ઝાલોદની સુનચા અને માર્ગદર્શન અને સુચના આધારે સુખસર પી.એસ.આઇ. એસ.એન.બારીયા તથા સ્ટાફના હે.કો.કો. સુરેશભાઇ દિનેશભાઇ, અ.હે.કો. દશરતભાઇ શંકરભાઇ અને કનુસિંહ રામસિંહ સાથે મંગળવારના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન ગવાડુંગરા ગામનો સુનિલભાઇ રમણભાઇ હજુરીએ નીતીનકુમાર પ્રભુલાલ કલાક પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરમાં રાખ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે સુનિલ હજુરીના ઘરે રેઇડ કરતાં તે ઘરે હાજર મળી આવ્યો હતો અને તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૂની 8 નંગ પેટી જેમાં નાની મોટી કુલ 240 બોટલો
જેની કિંમત 51,024ની મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ સાથે સુનિલ હજુરીની ધરપકડ
કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુખસર પોલીસે દારૂ ઝડપી પાડ્યો

અન્ય સમાચારો પણ છે...