તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુક્રવારી બજારનું હવે નવું સરનામું ઃ બાળગોકુલમ રોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |અલભ્ય અને પ્રાચીન ચીજવસ્તુઓના કલેક્શનના શોખીનો માટેનું શુુક્રવારી બજારનું સરનામું ફરી એક વખત બદલાશે અને બાળગોકુલમથી ભૂૂતડીઝાંપા સુધીના રોડ પૂરતું સીમિત રાખવામાં આવશે.

સાત વર્ષથી ભૂતડીઝાંપામાં બજાર ભરાય છે
શહેરમાં ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી શુક્રવારી બજાર ફતેપુરા મેઇન રોડ પર ભરાતું હતું અને ત્યાં ટ્રાફિકની વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખી છેલ્લાં સાત વર્ષથી શુક્રવારી બજાર ભૂતડીઝાંપા રોડ પર ખસેડાયું હતું.

પરંતુ સમય જતાં આ બજાર હાથીખાનાથી કારેલીબાગ ગબ્બર એપાર્ટમેન્ટ સુધી ફેલાયું હતું અને તેના કારણે દર શુક્રવારે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું.શુક્રવારે ભરાતા બજારના કારણે વ્હિકલ પુલથી કારેલીબાગ પાણીની ટાંકી સુધી વાહન લઇને જવું મુશ્કેલ થઇ ગયું હતું. વાહનચાલકોને કારેલીબાગ જવા માટે આર્ય કન્યા વિદ્યાલય માર્ગે જવું પડતું હતું.

જે અન્વયે, પાલિકાની વોર્ડ નંબર-8ની ટીમ શુક્રવારી બજારમાં ગઇ હતી અને તમામ નાના-મોટા વેપારીઓને આવતા શુક્રવારથી બજાર ન ભરવા સૂચના આપી હતી. સાથે તેઓને જો સામાન વેચવા બેસશો તો જપ્ત કરી લેવાની ચીમકી આપવામાં આવી હતી. શુક્રવારી બજારમાં જૂની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઝૂંપડાંવાસીથી લઇને માલેતુજારો જાય છે. શુક્રવારી બજાર બંધ થવાથી નાના-મોટા વેપારીઓની રોજી-રોટીનો પ્રશ્ન ઉભો થશે.

વોર્ડ નંબર-8ના વોર્ડ ઓફિસર મગનભાઇ વણઝારાએ જણાવ્યું હતું કે, વ્હિકલ પુલથી કારેલીબાગને જોડતા રોડ ઉપર ભરાતું શુક્રવારી બજાર વિસ્તરી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...