તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં સામાજીક સમરતા સમિતિ દ્વારા મહાયજ્ઞ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં સામાજિક સમરસતા સમિતિ દ્વારા વિશ્વની પ્રચિન અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જે હિન્દુ વિચારધારાની પરંપરા સર્વશ્રેષ્ઠ શિખર પર સ્થાપિત છે. અને તે વધુ મજબુત થાય તે માટે સમરતા મહાયજ્ઞનું આયોજન કર્યુ હતુ. જેમા હિન્દુ જ્ઞાતિના 90 દંપત્તિએ ઉત્સાહભેર જોડાયા હતા.

ગોધરામાં સામાજિક સમરસતા સમિતિ દ્વારા વિશ્વની પ્રચિન અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જે હિન્દુ વિચારધારાની પરંપરા સર્વશ્રેષ્ઠ શિખર પર સ્થાપિત છે. અને ભારતમાતાના સંતાન એવા તમામ પરિવારજનો સૌ અરસપરસ એકબીજાની નજીક આવી એકબીજા પ્રત્યે સ્નેહનો સેતુ બંધાય તેમજ આત્મિયતાનો ભાવ વધે સમાજ અને દેશની એકતા વધુ મજબુત થાય તે હેતુ માટે અંકલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સમરતા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા તમામ હિન્દુ જ્ઞાતિના 90 દંપત્તિઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર મહાયજ્ઞનું આયોજન રાજેન્દ્વભાઇ મકવાણા તથા દેવજીભાઇ ડામોર દ્વારા કરવામાં આવ્યુ હતુ. ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચાર સાથે મહાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો.

ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિરમાં સામાજીક સમરતા સમિતિ દ્વારા મહાયજ્ઞ યોજાયો હતો. હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...