ભવાનીના મુવાડાના લોકો દ્વારા યુવાનને મારતાં ચકચાર

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:36 AM IST
Virpur News - latest virpur news 043620
વિરપુર તાલુકાના ભવાનીના મુવાડના ગામના લોકો દ્વારા અન્ય તાલુકાના યુવાનને માર મારતા ચકચારમચી જવા પામ્યો છે.

ખાનપુર તાલુકાનુ માં નાતલાવ ગામનો યુવાન તેનાજ ગામમાં રહેતી છોકરી જે હાલ વિરપુર તાલુકાના ભવાનીના મુવાડા ખાતે લગ્ન કર્યા છે. તેને મળવા આવ્યો હતો, ભાવાનીના મુવાડાના લોકોને પર તાલુકાના યુવાન પર શક જતા ગામના આગેવાનો દ્વારા યુવાનની અટકાયત કરી હતી. ત્યાર બાદ અન્ય તાલુકાના યુવાનને ઢોર માર માર્યો હતો. જેમાં આ યુવાનને ગંભીર રીતે ઘાયલ થયો હતો બાદમાં આ યુવાનને વિરપુર મથકે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યાર બાદ આ યુવાનના પરિવારમાં જાણ કરી હતી. હાલ તો આ યુવાન કેમ આવ્યો હતો અને શા માટે તેને ગ્રામજનો દ્વારા માર મારવામાં આવ્યો હતો એ હાલ રહસ્ય અકબંધ રહ્યું છે

X
Virpur News - latest virpur news 043620
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી