મોટી નાંદુકણ માર્ગ ઉપર વિજપોલથી અકસ્માતનો ભય

વળાંકમાંથી પોલ હટાવવા રજૂઆત કુપડા-કુમાનામુવાડા ચોકડીએ પણ વિજપોલ

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 04:00 AM
Sukhsar News - latest sukhsar news 040015
ફતેપુરા તા.ના મોટી નાંદુકણથી ફતેપુરા હાઇવે માર્ગને જોડતો પાકો ડામર રોડ છે અને આ રસ્તાની સાઇડોમાં જીઓ ટાવરને વિજ પ્રવાહ પુરો પાડવા માટે મોટી નાંદુકણ, કુપડાં અને કુમાનામુવાડા ચોકડી તથા રસ્તાની સાઇડમાં વિજપોલ ઉભા કર્યા છે.

તેમાયે ખાસ કરીને વળાંકમાં જ વિજપોલ ઉભો કરવામાં આવ્યા છે. જેના લીધે અકસ્માત થવાનો ભય વધી ગયો છે અને અહિયાં અકસ્માત સર્જાય અને તેમાં કોઇ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો શિકાર બને તે પહેલાં આ વિજપોલ તાત્કાલિક હટાવી લેવામાં આવે તેવી ગ્રામજનો સહિત વાહન ચાલકોની માંગ ઉઠી છે. નોંધનિય છે કે ફતેપુરા તાલુકા MGVCLની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની કામગીરી તંત્રના જવાબદારો દ્વારા તપાસ ન કરાતી હોવાની ચર્ચા સાંભળવા મળે છે.

ફતેપુરા તાલુકામાં કેટલાક વહિવટી તંત્રો નિયમોને બાજુ ઉપર રાખી પોતાની મનસ્વી રીતે કામગીરી કરતાં સ્થાનિક પ્રજાની પરવા કરતા નથી અને નિર્દોષ લોકો સાથે અજુગતો બનાવ બન્યા બાદ આશ્વાસન આપી કાયદાકિય છટકબારીથી છુટવાના ઇરાદે મગરના આંસુ સરતા હોય છે. નિયમો અને કાયદાને બાજુ ઉપર રાખી આડેધઘડ કામગીરી કરી કામ પૂર્ણ કર્યાનો ઓડકાર વહિવટીતંત્ર ભલે લેતુ હોય પણ જેને નુકસાન થાય તેની પરવા કરતાં નથી. તેવી જ રીતે મોટી નાંદુકણમાં જીઓ ટાવરને વિજ પ્રવાહ આપવા ઉભા કરાયેલ જાહેર રસ્તા ઉપરના વિજ પોલ કોઇ નિર્દોષનો ભોગ લે તે પહેલા હટાવી લેવા સ્થાનિક સહિત વાહન ચાલકોની માંગ ઉઠી છે.

મોટી નાંદુકણ જાહેર માર્ગનો ભયજનક વિજપોલ.-લક્ષ્મીકાંત પંચાલ

અકસ્માત થવાનો ભય

અમારા ગામમાં જીઓ ટાવર માટે વિજ લાઇન આપવા માટે વિજપોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ત્રણેક વિજપોલ બરાબર રસ્તાની સાઇડમાં અને વળાંકમાં જ ઉભા કર્યા છે અને તેના લીધે અકસ્માત થવાનો ભય વધી ગયો છે. આ વિજ પોલ તાત્કાલિક હટાવી લેવાય તેવી અમારી ખાસ રજુઆત છે. દિનેશભાઇ પટેલ, મોટી નાંદુકણ, સ્થાનિક

X
Sukhsar News - latest sukhsar news 040015
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App