સંભાલીના વોન્ટેડ ડેપ્યુટી સરપંચ તથા પુત્રની ધરપકડ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:56 AM IST
Shehera News - latest shehera news 035609
વર્ષ 2015માં ફરીયાદી દેવરાજભાઇ ગઢવી પોતાના ખેતરમાં કામ કરતા હતા. ત્યારે આરોપી ગોકળદાસ ગઢવી તથા તેમનો પુત્ર લક્ષ્મણ ગઢવી તેઓને અપશબ્દો બોલી મારી નાંખવાની ધમકી આપી હતી. જેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પિતા પુત્ર નાસતા ફરતા હતા. તેઓને પંચમહાલ એસઓજી પોલીસને જાણ થતા ગોકળદાસ ગઢવીની ધરપકડ કરી શહેરા પોલીસ મથકે લાવવામા આવ્યો હતો. પિતાની ધરપકડ થતા મોટો પુત્રા જોગીરાજ ગઢવી પોલીસ મથકે આવી મારા પિતાને કેમ પકડયા છે. તેમ કહીને સરકારી કામમાં દખલ ઉભી કરી હતી. જેના કારણે સરકારી કામમાં રૂકાવટ ઉભી કરવા બદલ પોલીસે ધરપકડ કરવામાં આવી હતી.

X
Shehera News - latest shehera news 035609
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી