મહીસાગર જિલ્લાનાં સંતરામપુરનાં પાદેડી અડોર ગામે બાઈકના ચાલકે બીજી બાઈકને ટક્કર મારતાં બે ઈસમોને ઈજા પહોચાડી બાઈક ચાલક નાસી ગયો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ગામે સંજયભાઈ દિતાભાઈ ભાભોર તેઓએ બાઈક પુરઝડપે બેફીકરાઈ અને ગફલતભરી રીતે ચલાવતા મિસાલ ઉર્ફે તેજસકુમાર કિશોરભાઈ દેવડાની બાઈકને ટક્કર મારતાં તેજસકુમારને ખભાના ભાગે ઈજા પહોચાડી હતી. જ્યારે શુભમભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચ઼ાડી સંજયભાઈ ભાભોર બાઈક લઈને નાસી ગયા હતા. આ બાબતની જાણ મિસાલ ઉર્ફે તેજસકુમાર દેવડાએ સંતરામપુર પોલીસ સ્ટેશને જાણ કરી બાઈકના ચાલક સંજયભાઈ દિતાભાઈ ભાભોરની વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો