સંજેલી કણબી ફળીયામાં રોડ પર કાદવ કિચ્ચડનો ભારે ત્રાસ

ગટરના ઘરવપરાશના પાણીના કારણે રસ્તા પર જ ગંદકી રોડની બન્ને સાઇડમાં રહેણાંક મકાનો આવેલાં છે

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:55 AM
Sanjeli News - latest sanjeli news 035537
સંજેલી જુની પંચાત ઓફીસ પાસે જ આવેલ કણબી ફળીયામાં જાહેર રસ્તા પર જ છેલ્લા કેટલાય સમયથી કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાઇ રહ્યું છે. આ રોડની બન્ને સાઇડમાં રહેણાંક મકાનો આવેલા છે.

કેટલાક મકાનોના રોજિંદા ઘર વપરાશના પાણી રોડ પર વહેતા હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે. ઘર આંગણે શોષ ખાડા બનાવવામાં કેટલાક લોકોને શરમ આવે છે ત્યારે નાના મોટા વાહન ચાલકો અને આસપાસના રહીશો માટે ત્રાસ રૂપ બની ગયો છે. આ રોડ પરથી દરરોજ પ્રાથમિક કુમાર શાળાના નાના બાળકો વિદ્યાર્થીઓની પણ અવર જવર રહેતી હોય છે પરંતુ રોડ પર વહેતા રોજિંદા ગટરના ઘરવપરાશના પાણીના કારણે રસ્તા પર જ ગંદકી ફેલાઇ રહી છે. પંચાયતના સરપંચ કિરણભાઇ રાવતે સંજેલી ખાતે નગરના દરેક ફળિયાને જોડતી પાકી ગટર વ્યવસ્થા માટે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરેલી છે.

X
Sanjeli News - latest sanjeli news 035537
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App