પાંચ દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનો આરંભ

શિબિર

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:16 AM
Lunavada News - latest lunavada news 031609
મહીસાગર જિલ્લા પોલીસ, તથા પતંજલિ યોગ સમિતિના સહયોગ દ્વારા સૌનું સ્વાસ્થ્ય નિરામય રહે અને સૌનું મંગલ થાય તેવા ઉમદા હેતુથી આજથી પાંચ દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરાયું છે. લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે સાડા પાંચ વાગે વ્યાયામ માટે ઉત્તમ શિયાળામાં તથા પતંજલિ યોગ સમિતિ ગુજરાત પ્રભારી શિશુપાલજી જિલ્લા પતંજલિ યોગ સમિતિના સભ્યો, મોટી સંખ્યામાં નગરજનો, પોલીસ કર્મીઓ આ યોગશિબિરમાં જોડાયા હતા. સ્વાગત, દીપ પ્રાગટ્ય અને જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ પ્રાસંગિક ઉદબોધન સાથે પોલીસ માત્ર સામાજિક બુરાઈઓનો નાશ જ નહીં. પરંતુ નાગરિકોના તન અને મન સ્વસ્થ રહે અને અશુધ્ધિનો નાશ થાય તે માટે યોગ થી જોડાવાના પ્રશંસનીય પ્રયાસની પ્રતિતિ કરાવી હતી. બ્રાહ્મ મુહૂર્તમાં યોગનું મહત્વ અનેકગણું છે વહેલી સવારે ચંદ્રના અસ્ત થવાની સાથે સાથે પ્રભાતે સૂર્યોદય યોગથી શારિરીક રોગ ને ભગાડી સૌના જીવનમાં સ્વસ્થતાનો ઉજાસ પથરાઈ રહ્યો તેનું દર્શન કરાવી રહ્યો હતો.

મહીસાગર જિલ્લા પોલીસ તથા પતંજલિ યોગ સમિતિ દ્વારા પાંચ દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનો આરંભ કરાયો હતો. તસવીર ભદ્રપાલ સોલંકી

દાહોદ નવજીવન ઉદ્યાન ખાતે સ્નેહ સંમેલન યોજાયું

દાહોદ. દાહોદ જીલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા નગરના નિરામય સ્વાસ્થ્ય માટે નિયમિત ચાલતા યોગ વર્ગો પૈકી નવજીવન ઉદ્યાન, માર્કેટયાર્ડ અને અગ્રસેન ભવન એમ ત્રણ શાખાઓનું સ્નેહ સંમેલન યોજાયું હતું. શિયાળામાં સ્વાસ્થ્યની વિશેષ સભાનતા કાજે સાત્વિક અલ્પાહાર અને યોગ પ્રાણાયામથી લાભાન્વિત યોગ સાધકો તથા સમગ્ર પતંજલિ પરિવારનું સ્નેહમિલન ગોવિંદનગરના નવજીવન ઉદ્યાન ખાતે યોજાયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધકોએ આ સ્નેહમિલનમાં વિવિધ પ્રકારના યોગનું પ્રદર્શન કર્યું હતું

Lunavada News - latest lunavada news 031609
X
Lunavada News - latest lunavada news 031609
Lunavada News - latest lunavada news 031609
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App