લુણાવાડામાં Rs.85 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

વીરપુર, ખાનપુર, લુણાવાડામાં પકડાયા હતાં લુણાવાડા તાલુકામાંથી ઝડપાયેલા વિદેશીદારુનો અંકલવા પંચાયતની હદ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:16 AM
Lunavada News - latest lunavada news 031603

પ્રાપ્ત વિગતો અનુસાર 84,257 જેટલી વિદેશી બનાવટની દારૂની બોટલો નો કરવામાં નાશ કરવામાં આવ્યો હતો.લુણાવાડા નજીક અંકલવા પંચાયત ની હદ માં આવેલ આરટીઓ કચેરી નજીક આવેલ ખુલ્લી સરકારી જગ્યામાં દારૂના મોટા જથ્થા પર બુલડોઝર ફેરવી દેવા્યું હતું. લાંબા સમય થી લુણાવાડા તેમજ ખાનપુર વિસ્તારોમાં આવેલ પોલીસ સ્ટેશનની હદમાં ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થો નાશ કરવાની પ્રક્રિયા લુણાવાડા પ્રાંત અધિકારી ની હાજરી માં કરવામાં આવી હતી. જેમાં લુણાવાડા તાલુકા માંથી પકડાયેલ દારુ ની બોટલ 10,972 નંગ કિંમત 13,11,360 નો મુદા માલ તેમજ ખાનપુર તાલુકા માંથી બોટલ 12292 નંગ કિંમત 15,93,292 નો મુદ્દામાલ નો નાશ કરવામાં આવ્યો તેમજ કોથંબા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પકડાયેલ બોટલ 61,163 નંગ જેની કિંમત અંદાજે 56,85,268 રૂપિયા ની મુદ્દામાલ સોનેલાં ગામ ની હદ માં આવેલ આરટીઓ કચેરી પાછળ સરકારી જમીન પર બુલડોઝર લાવી પ્રાંત અધિકારી તેમજ પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહી દારુનો નાશ કરવામાં આવ્યો હતો.

X
Lunavada News - latest lunavada news 031603
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App