બેઢિયા ખાતે ડૉ.આબેડકરના નિર્વાણ દિને નિબંધ સ્પર્ધા યોજાઇ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:41 AM IST
Godhra News - latest godhra news 024105
Godhra News - latest godhra news 024105
Godhra News - latest godhra news 024105
કાલોલ : દેવરાજ ઈન્સ્ટીટયુટ ઑફ સોશિયલ વર્ક બેઢિયા વેજલપુર ખાતે ડૉ.બાબા સાહેબ ના ૬૨ માં મહાપરિનિવૉણ દિવસ નિમિત્તે સમાજકાયૅ વિભાગ ના વિદ્યાર્થીઓ ની નિબંધ સ્પર્ધા યોજાઇ હતી જેમાં વિષય ડૉ. આંબેડકર નું સામાજિક કાર્ય માં યોગદાન એ વિષય પર રાખવામાં આવ્યું હતું આ તબક્કે મૌન પાળી બાબા સાહેબ ના વિચાર, તેમના કાર્યો અને દરેક સમાજ માટે તે મસિહા બન્યા છે ત્યારે આ કાર્યક્રમમાં કૉલેજ ના ટ્રસ્ટી, કૉલેજ ના આચાર્ય શ્રી અને કૉલેજ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

મોરડુંગરા પ્રાથમિક શાળામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઈ

ગોધરા : વિશ્વ વિભૂતિ અને ભારતરત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરને તા.6 ડિસેમ્બર ના રોજ તેમના મહાપરિનિર્વાણ દિવસે મોરડુંગરા પ્રાથમિક શાળામાં શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો અને શિક્ષકોએ ડૉ.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. શાળાના બાળકો યામિની બારિઆ,ચાંદની પટેલ અને હેત્વી પટેલે બાબા સાહેબના વિચારો રજૂ કર્યા હતા. ત્યાર પછી શાળાના શિક્ષક રંજન માલીવાડે બાળકોને ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન કવન પર પ્રકાશ પાડતાં બંધારણના અધિકારો,તેમને થયેલા અન્યાયો અને તેમણે કરેલા સંઘર્ષોની વાત કરી હતી.

આજે કાલોલમા સેવા સેતુ કાર્યક્રમ

કાલોલ : કાલોલ ખાતે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક થી સાત નો સેવા સેતુ કાર્યક્રમ તા. ૭ ડીસેમ્બરના રોજ નગરપાલિકા પટાંગણમાં યોજાનાર છે. જેમાં દરેક જાતના દાખલા., આધારકાડૅ, મા અમૃત કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, ડ્રાય વીંગ લાયસન્સ, રેશનકાર્ડ, બેંક એકાઉન્ટ, જન્મ મરણ દાખલા. મનરેગા જોબ કાર્ડ. પ્રધાનમંત્રી આવાસ નીકામગીરી હાથ ધરવામાં આવશે.

છાત્રો દ્વારા વર્ગ શુસોભન કરાયું

મોટીમલુંના શિક્ષકે ખેલ મહાકુંભ અંતર્ગત લાંબી કૂદમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું

ધાનપુર તાલુકાના મોટી ખેડાફળીયા વર્ગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરુણભાઈ વસાવાએ શિક્ષકો ની લાંબી કુદ સ્પર્ધા નડિયાદ સ્પૉટસ સંકુલમાં યોજાઈ ગઈ હતી. જેમાં આ શિક્ષકે રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું નામ રોશન કર્યું હતું. રાજ્યમાં પ્રથમ આવનારને અરૂણભાઈને તમામ શિક્ષકોએ બીઆરસી સીઆરસી અભિનંદન પાઠવ્યા હતા.

અંધજન વિદ્યાલયને 30 x 25 ના સ્ટેજનું દાન જાહેર થયું

દાહોદ. દાહોદના રાષ્ટ્રીય અંધજન મંડળ સંચાલિત છાપરી સ્થિત શ્રીમતી એમ. બી. જૈન અંધજન વિદ્યાલય ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સારી રીતે થઈ શકે તે માટે 30 × 25 ફૂટની સાઈઝનું સ્ટેજ બનાવી આપવાની જાહેરાત થઇ છે. અભલોડ ગામના દાતા મયુરભાઈ તેમજ તેમના અન્ય સાથીમિત્રો ભાભોર શૈલેષભાઈ પલાસ, અનિલભાઈ ભાભોર, રાજેશભાઈ ભાભોર, સુખરામભાઈ વગેરેના સહયોગથી આ સંસ્થાને ઉક્ત સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. આ સ્ટેજનું ખાતમુહુર્ત તા: 6.12.’18 ના રોજ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. અત્રે થનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં રહેલા કલા, સંગીત અને સાહિત્ય કૌશલ્યને વિકસાવવામાં નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થનારી આ સુવિધા ખુબજ મહત્વપૂર્ણ પુરવાર થશે.

ફતેપુરા ની વાત્સલ્ય સ્કુલ ઓફ નોલેજ ના વિધાથી ઓએ વર્ગ શુસોભન કાયઁ કરી શાળા ના ઓરડાઓ શણગારી વર્ગ શુસોભન કાયઁકમ કયું હતું ફતેપુરા ની વાત્સલ્ય સ્કુલ ઓફ નોલેજ ના બાળકો એ શણગારેલ વર્ગ નજરે પડે છે

દાહોદ પાલિકાના કર્મીનું અવસાન થતા પાલિકા કચેરીએ બંધ પાળ્યો

દાહોદ. દાહોદ પાલિકાના મેલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર તરીકે કામ કરતા કર્મી રાજુ બેલાણીનું બુધવારે રાતે અવસાન થયું હોવાની જાણ થતા જ દાહોદ નગર પાલિકા કચેરી ગુરુવારે બંધ રહેવા પામી હતી. તો નગરપાલિકાના પૂર્વ લાયબ્રેરિયન અને ‘વોઇસ ઓફ મુકેશ’ તરીકે વર્ષો લગી દાહોદવાસીઓના મન ઉપર રાજ કરનાર કૃષ્ણકાંત જોશીનું પણ ગત રોજ અવસાન થયું હતું. ગુરુવારે આ બંને કર્મચારીઓની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં નગરપાલિકાનો સ્ટાફ અને અગ્રણીઓ જોડાયા હતા.

દા.અ.મ.સા.એ. સોસાયટી દ્વારા આગામી સપ્તાહે તેના સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

દાહોદ. દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સ્થાપના દિનની દ્વિદિવસીય ઉજવણી તા:8 અને 9 ડિસેમ્બર, 2018 ના રોજ યોજાશે. આ અંતર્ગત સંસ્થાનો સ્થાપના દિન કે જે ‘’પ્રતિબદ્ધતા દિન’’ તરીકે ઉજવાય છે. તે દિવસે તા: 9-12-’18 ના રોજ સવારે શેઠશ્રી ગિરધરલાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા શહેરના બાળકો કાજે પ્રસ્તુત ‘બાલ્કન-જી બારી’ નામે નવતર પ્રયોગ ખુલ્લો મુકવામાં આવનાર છે. સાથે જ આ દિવસે સાંજે અર્બન ક્રીડાંગણ ખાતે સંસ્થાના મેને. ટ્રસ્ટી શોધનભાઈ શાહના હસ્તે દર વર્ષની માફક યોજાતો કાર્યક્રમ ધ્વજારોહણ થશે. તો બાદમાં સંસ્થાની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને તેના મધ્યાંતરમાં સંસ્થાના સંનિષ્ઠ કર્મચારી રાજીવભાઈ દેસાઈને કર્મશીલ અને ડૉ અમિત શુક્લને નિષ્ઠા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ દ્વિદિવસીય ઉજવણીના પ્રથમ દિવસે તા. 8 ડિસેમ્બરે સાંજના 4 થી 6 દરમ્યાન રતિકાકા ઓપન થીએટર ખાતે પ્રતિબદ્ધતા પ્રકલ્પ અંતર્ગત પ્રેરક વકતવ્યો આપવા માટે જાણીતા વકતા સંજય રાવલનું મનનીય વક્તવ્ય પણ યોજાનાર છે.

કાલોલના દેવપુરા ગામમા ધર્મસંત મેળાનું આયોજન

કાલોલ : કાલોલ તાલુકાના દેવપુરા ગામ મા હનુમાનજી મંદિર ખાતે સંત સેવા આશ્રમ મા ધર્મ સાંસદ શ્રી વિક્રમદાસજી બાપુ ધોધંબા વાળા ની અધ્યક્ષતામાં વિરાટ ધર્મ સંત મેળાનુ રવિવારના રોજ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહેશે. વિખ્યાત કલાકાર ભરત બારીઆ, કમલેશ બારોટ, હાસય કલાકાર. નાલંદા સ્કુલની બાળનૃત્યાંગના અને જુદાં જુદાં સંપ્રદાયના ગુરૂ અને ગાદીપતિ મહારાજ ઉપસ્થિત રહેશે. યજ્ઞ અને શોભાયાત્રા પણ નીકળનાર છે.

કાલોલ ડેરોલ એ.પી. એમ.સી મુલાકાત લેતા ડિરેકટર પ્રદીપસિંહ પરમાર

કાલોલ :કાલોલ APMCના ડિરેક્ટર અને કોંગ્રેસના જીલ્લા મહામંત્રી પ્રદીપસિંહ દ્રારા ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળે શકે તે હેતુથી ખેડુત લક્ષી નિર્ણય લઇ કાલોલ ડેરોલ APMC મુલાકાત લઇ ખેડુતો ને પડતી મુશ્કીલીઓ ની માહિતી મેળવી તેને દુર કરવા અને ખેડુતો ઓ ને સારા ભાવ મળી રહે તેવી તજ વીજ આદરી તે બદલ ખેડુતો ખુશ ખુશાલ જોવા મળ્યા.

ગરબાડા તાલુકાની...

8 વોર્ડ ખારવા ગ્રામ પંચાયત માં 8 વોર્ડ અને નવા ફળિયા ગ્રામ પંચાયતમાં પણ 8 વોર્ડ માટે ચૂંટણી યોજાશે. આ બાબતનું જાહેરનામું અંદાજે તારીખ 20 ડિસેમ્બર બાદ બહાર પડશે તેમ સ્થાનિક તંત્ર દ્વારા જાણવા મળેલ હતું. હાલમાં ચૂંટણી ને લઈને લોકોમાં અનેરા ઉત્સાહની સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આવા જ ઉત્સાહ સાથે આવનારી નવી બોડી ગરબાડા નગરનો વિકાસ કરે તેવી લોકો આશા સેવીને બેઠા છે.

પેજ-4નું અનુસંધાન...

ગોયાસુંડલ પ્રાથમિક શાળામાં ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઈ

ગોધરા : ભારતરત્ન અને વિશ્વ વિભૂતિ ડૉ.બાબા સાહેબ આંબેડકરને 6ડિસેમ્બર ના રોજ તેમના મહાપરિનિર્વાણ દિવસે ગોયાસુંડલ પ્રાથમિક શાળામાં શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના સૌ બાળકો અને શિક્ષકોએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.અનિલ ડામોરે કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધી હતી. ત્યાર પછી શાળાના કવિ શિક્ષક પ્રવીણ ખાંટે બાળકોને ડૉ. બાબા સાહેબ આંબેડકરના જીવન પર પ્રકાશ પડતાં તેમના કારણે સંવિધાનમાં વિવિધ અધિકારો મળ્યા તેની વાત કરી બાળકોને બંધારણિય અધિકારોથી વાકેફ કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સાજીવાવ ગામે યોજાયેલ જમીન દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં

શહેરા : તાફ5 ડિસેમ્બરે શહેરા તાલુકાના સાજીવાવ ગામે જમીન દિવસ નિમિત્તે તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં મકાઇ સંશોધન કેન્દ્રના ડો.કનુભાઇ ધોળાકુવા, સાજીવાવના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્યો સહિત ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ખાનપુર તાલુકામાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી

લુણાવાડા : ખાનપુર તાલુકામાં વિશ્વ વિકલાંગ દિન કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો વચ્ચે ચિત્ર સ્પર્ધા, ડાન્સ સ્પર્ધા, ગીત સ્પર્ધા રાખવામાંઆવી હતી. જેમાં વિજેતા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ અંતગર્ત દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથેથી રેલી યોજવામાં આવી હતી.

X
Godhra News - latest godhra news 024105
Godhra News - latest godhra news 024105
Godhra News - latest godhra news 024105
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી