ડેરોલમાં ભારે વાહનો દ્વારા જિ. મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:41 AM IST
Godhra News - latest godhra news 024101

વડોદરા રતલામના માર્ગ પર આવેલ ડેરોલ સ્ટેશન એલ સી 32 નંબરની ફાટક પર ઓવર બ્રીજના કાર્યને લઈને એલ સી 33 નંબરની પીંગળી ફાટક પર નાના વાહનો ડાઈવર્ટ કરવામાં આવ્યા છે જે સિંગલ ધોરીમાર્ગ હોવાથી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. ભારે વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તેમજ હાલ બ્રિજનું કાર્ય છેલ્લા બે મહિનાથી બંધ થઈ જતા ક્યાં સુધી મુશ્કેલીઓ સર્જાશે ના સવાલો પણ તંત્ર સમક્ષ ઊઠી રહ્યા છે.

કાલોલ ડેરોલ સ્ટેશન પાંડુ જતા માર્ગ પર વડોદરા રતલામ રેલમાર્ગ પર ડેરોલ સ્ટેશનની એલ .સી. 32 ઉપર રેલવે ઓવર બ્રિજ બાદ કામ ને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરા "ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ ૩૧ (૧)(ખ)" મુજબના તારીખ 5 /8 /2017 તારીખ 26/ 7/ 2019 સુધી આ માર્ગ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. બ્રિજના કામના સમયગાળા દરમિયાન તમામ પ્રકારના ભારે વાહનો કાલોલ વેજલપુર એલ.સી. ૪૧ ટુવા,ઉદલપુર રોડના વૈકલ્પિક રસ્તા પરથી અવર-જવર કરવાના હુકમના જાહેરનામાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. જ્યારે આવા બોર્ડ માત્ર શોભા વધારી રહ્યા છે. ભારે વાહન ચાલકો હુકમની અવગણના કરી આ માર્ગ પરથી દિવસ રાતના સમયે લગભગ સો થી વધુ રેતી કપચી ના ભારે ડમ્ફરો આ રસ્તા પરથી બેફામ ચાલી રહ્યા છે. આવા બેફામ ચાલી રહેલા ભારે વાહનને અટકાવવા સ્થાનિક તેમજ જિલ્લા તંત્રને વારંવાર રજૂઆતો કરતા આવા ભારે વાહનો સામે માત્ર ગણતરીના વાહનો પર કાર્યવાહી કરી સંતોષ માણતા હોય. જેની લોક ચર્ચાઓ ચર્ચાઈ રહી છે. સ્થાનિક તેમજ ત્યાંથી પસાર થતા આસપાસના ગામડાના લોકો ભારે વાહનોથી ત્રાહિમામ થઈ ચૂક્યા છે.

X
Godhra News - latest godhra news 024101
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી