ઘોઘંબામાં 10 ડિસે.થી અડદની ખરીદી શરૂ થશે

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:41 AM IST
Godhra News - latest godhra news 024058
ખેડૂતોને તેમના કૃષિ ઉત્‍પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને ખરીદ કેન્દ્રો શરૂ કર્યાં છે. પંચમહાલ જિ.માં, ગોધરા, કાંકણપુર, શહેરા, હાલોલ, કાલોલ, મોરવા(હ) અને ઘોઘંબામાં ખરીદ કેન્દ્રો હાલમાં કાર્યરત છે. જિ.ના આ ખરીદ કેન્‍દ્રો પરથી રૂ..૨,૧૧,૬૦,૨૩૦ની ડાંગર પ્રતિ ક્વિન્‍ટલ રૂ.૧૭૫૦ના ભાવે ૧૨૦૯૧.૫૬ ક્વિન્‍ટલ અને રૂ. ૬,૭૧,૫૦૦ની મકાઇ પ્રતિ ક્વિન્‍ટલ રૂ. ૧૭૦૦ના ભાવે ૩૯૫ ક્વિન્‍ટલ ખરીદ કરવામાં આવી છે.

ખેડૂતોને તેમના પાક વેચાણના નાણા ઓન લાઇનથી તેમના ખાતામાં ૨૪ કલાકમાં જ સીધે સીધા જમા કરવામાં આવે છે. ટેકાના ભાવથી પાક ઉત્‍પાદનની આ ખરીદી આગામી તા. ૩૧/૧૨/૨૦૧૮ સુધી ચાલુ રહેશે.

X
Godhra News - latest godhra news 024058
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી