વાંગડ બલૈયા, ડબલારા KGBVનો ત્રિવેણી સંગમ વાર્ષિકોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફતેપુરા તાલુકામાં વાંગડ બલૈયા અને ડબલારા ગામે સમગ્ર શિક્ષા અભિયાન દાહોદ સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ત્રિવેણી સંગમ વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ હતી. વાંગડ કેજીબી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જમા જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય શિક્ષણાધિકારી સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શિક્ષા અભિયાન દાહોદ સંચાલિત થતું ગાંધી બાલિકા વિદ્યાલય વાંગડ બલૈયા ડબલારાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાલિકાઓને પ્રોત્સાહિત કરવા ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પારગી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલ, શિક્ષક સંઘના સિનિયર મંત્રી રમેશભાઈ મછાર, સહિત શિક્ષકો વાલીઓ અને કેજીબીવીની બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું કે ટૂંક સમયમાં વાર્ષિક પરીક્ષાઓ આવી રહી છે જમા ગામોમાં રાત્રિના સમયે ડીજે વાગતું હોય તો વિદ્યાર્થીઓને વાંચનમાં મન લાગતું નથી દર્દીઓને પણ તકલીફ પડે છે.

રાત્રે વાગતા ડીજેથી વિદ્યાર્થીઓના વાંચન પર અસર કરે છે : MLA

અન્ય સમાચારો પણ છે...