તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Godhra News Introducing Illegal Construction Residents In The Common Plot Of Gangotri Nagar Of Godhra 024201

ગોધરાના ગંગોત્રીનગરના કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામની રહીશોની રજૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના બામરોલી રોડ પરની ગંગોત્રી નગરમાં સ્થાનિક રહીશ દ્વારા કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાની રજુઆત સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેકટર સહીત પાલીકાને લેખીતમાં કરી હતી. આ ગેરકાયદે બાંધકામને લઇને પાલીકા દ્વારા ફક્ત નોટીસ આપીને સંતોષ માણતી હતી. પરંતુ પાલીકા દ્વારા કોઇ નક્કર કાર્યવાહી ના કરાતાં ગંગોત્રી નગરના રહીશો દ્વારા સાત દિવસમાં ગેરકાયદેસર બાંધકામ કોમન પ્લોટમાંથી પાલીકા દ્વારા દૂર નહિ કરવામાં આવે તો ઉતરાયણ બાદ ગાંધી ચિધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી આપી હતી. આ કોમન પ્લોટમાં સરકાર તરફથી રમત ગમત માટે બગીચો બનાવાની મંજુરી મળેલ છે. કોમન પ્લોટમાં હાલ પાલિકા દ્વારા નવીન બગીચાનું કામકાજ ચાલી રહ્યું છે. રહીશોની રજુઆતના પગલે પાલીકાના અઘિકારી દિનેશ કામોલ દ્વારા ગંગોત્રી નગરના કોમન પ્લોટનું ગેરકાયદે બાંધકામ તોડી નાખશે.

અન્ય સમાચારો પણ છે...