તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Godhra News In The Panchmahal District The Gradual Accumulation Of The Atmosphere Is Gradual 023508

પંચમહાલ જિ.માં ધીમે ધીમે જામતો ઉતરાયણ પર્વનો માહોલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં સામાન્ય રીતે તો ઉતરાયણના અઠવાડીયા પહેલાથી પતંગ, દોરી અને અન્ય વસ્તુની ખરીદી ચાલુ થઈ જતી હોય છે. ઉતરાયણ પર્વને એક સપ્તાહ બાકી હોવા છતા પતંગબજાર ઠંડુ જોવા મળી રહ્યુ છે હવે ફક્ત એક દિવસનો તહેવાર હોય તેવુ લાગી રહ્યુ છે. જેને કારણે છેલ્લા દિવસે બજારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે.

સામાન્ય રીતે તો ઉતરાયણના અઠવાડીયા પહેલાથી પતંગ, દોરી અને અન્ય વસ્તુની ખરીદી ચાલુ થઈ જતી હોય છે. પતંગના વેપારીઓ પોતાની દુકાનમાં વિવિધ પ્રકારની જેવી કે ખંભાતી,પંજાબી,રામપુરી,,નરેન્દ્વ મોદી રાહુલ ગાંધી,બુલેટ ટ્રેન,સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી પતંગોનો જમાવડો કરી લીધો છે.

પરંતુ આ વર્ષે ઉતરાયણ પર્વને એક સપ્તાહ બાકી હોવા છતા પતંગ બજાર ઠંડું જોવા મળી રહ્યુ છે.ધરાકી નહી નિકળતા વેપારીઓ આરામ કરતા નજરે પડતા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પતંગમાં ગત વર્ષ કરતા 20 થી 25 ટકાનો વધારો છે તથા દોરીમાં નહીવત વધારો છે. અને હવે ફક્ત કોઇ પણ તહેવાર ફક્ત એક દિવસનો હોય તેવુ લાગી રહ્યુ છે. જેને કારણે છેલ્લા દિવસે બજારમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. આમ હાલ પતંગ બજાર ઠંડુ છે ધીમે ધીમે ઉતરાયણ પર્વનો માહોલ જામતો હોય તેવુ લાગી રહ્યુ છે.

ચાઇનીઝ તુક્કલ,પ્લાસ્ટિક દોરી પર પ્રતિબંધ
ભાસ્કર ન્યૂઝ | લુણાવાડા

નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ રીટ પીટીશન (પી.આઇ.એલ) નં.૨૦/૨૦૧૫ થી સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ)ના ઉપયોગ પર પ્રતિબંધ મુકવા માટે દાદ મેળવવામાં આવેલ જે અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૨૨/૧૨/૨૦૧૫ ના હુકમ અને નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૧૩/૧/૨૦૧૭ના હુકમ અન્વયે તથા નેશનલ ગ્રીન ટ્રિબીયુનલ નવી દિલ્હીનો તા.૧૧/૦૭/૨૦૧૭ ના હુકમથી આપેલ ડાયરેક્શન અન્વયે પંતગ ચગાવવા નાયલોન, અન્ય સિન્થેટીક, પદાર્થથી કોટીંગ અને નોન બાયોડીગ્રેબલ દોરી,ચાઇનીઝ માંઝા પર પ્રતિબંધ મુકાયેલ છે.

આ પ્રતિબંધનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ છે. સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ) ના ઉપ્યોગ પર પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામુ બહાર પાડ્યું છે. સ્કાય લેન્ટર્ન હલકા કાગળો અને સસ્તા મીણના ચોસલા બળતણ તરીકે વપરાય છે. જેથી આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

ગોધરામાં પતંગની ઘરાકીની રાહ જોતા વેપારીઓ. તસવીર-હેમત સુથાર

મુંગા પશુ પંખીઓને આગામી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે બચાવવા આગોતરૂ આયોજન
દાહોદ જિલ્લા કરૂણા અભિયાન અંતર્ગત 16 મોબાઇલ વાન સજ્જ રહેશે
ભાસ્કર ન્યૂઝ | દાહોદ

દાહોદ જિલ્લા કરૂણા અભિયાન-વર્ષ-૨૦૧૮-૧૯ હેઠળ કરવામાં આવેલ આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, વિડિયો ફોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. દેવગઢ બારીયા નાયબ વન સંરક્ષક ઝાલાએ જણાવ્યું હતું કે વન વિભાગની અંદાજીત ૧૦ ટીમો કાર્યરત રહેશે. તે ટીમો દ્વારા ઝાડ પર ફસાયેલા દોરાઓનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરશે. પ્રકૃતિ મિત્ર મંડળ સંસ્થા દ્વારા કોઇ પક્ષી વધુ ઉંચાઇએ ફરાયેલ હોય તો તેને બચાવવા ૩૦૯ ફુટનો એલ્યુમિનીયમ રોડથી બચાવી લેવાનું આયોજન કર્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓના પશુ દવાખાના ખાતે ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર બાદ રાખવા માટે પાંજરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

કરુણા અભિયાન ૧૯૬૨ એમ્યુલન્સ જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ, પશુપાલન શાખા દાહોદની ૯ ટીમો અને દસ ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની ૭ મળી કુલ ૧૬ મોબાઇલ વાન પણ ઇમરજન્સી સારવાર માટે ઉપલબ્ધ છે ર્ડા. ગોસાઇએ જણાવ્યુ હતુ. બેઠકમાં સંબંધિત અધિકારીઓ, પ્રકૃતિ મંડળના સભ્યો, જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

મહિસાગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ
ભાસ્કર ન્યુઝ | મલેકપુર

દિવાળી પછી મહત્વના મનાતા ઉત્તરાયણ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ મહીસાગર જિલ્લા ના બજારમાં ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ઉતરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે બજારમાં ઠેર ઠેર પતંગની દુકાન તેમજ દોરી પીવડાવાની ચરખા લઈને બેસેલા જોવા મળે છે .હાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ ની અવનવી વેરાયટી બજારમાં આવી ગઈ છે.

સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ની પ્રતિમા સહિત અનેક ફિલ્મી હીરો હીરોઇનની પણ પતંગ હાલ બજારમાં જોવા મળી રહી છે.જિલ્લાના લુણાવાડા,કડાણા, ખાનપુર, કડાણા સહિતના વિવિધ બજારોમાં પતંગોની નાની-મોટી હાટડીઓ ખૂલી જવા પામી છે ઉત્તરાયણ પર્વનો મહીસાગર જીલ્લાવાસીઓ નો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના બજારમાં હાલ પતંગની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં કેવડિયા કોલોની ખાતે નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવેલી સરદાર પટેલની પ્રતિમાવળી પતંગોએ આકર્ષણ જમાવ્યું છે. ગ્રામીણ વિસ્તાર મા ગુજરાતી ફિલ્મ ના અભિનેતા વિક્રમ ઠાકો,મમતા સોની ના ફોટા વાળી પતંગોની ખરીદી કરતા હોય છે .ખાસ કરીને ખંભાતી ચીલ પતંગો ની માંગ વધારે જોવા મળી રહી છે બે રૂપિયાથી માંડીને ૧૦ રૂપિયા સુધીનો ભાવ પતંગોનો છે જ્યારે ફીરકી નો ભાવ ૨૦ રૂપિયાથી માંડીને 900 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે. પતંગ ના દોરા ની રિલમાં ગત વર્ષ કરતા વધારો થયો છે એવું વેપારીઓનું કહેવું છે. ગ્રામીણ વિસ્તારમાં ઉતરાયણના દિવસો પહેલાંજ આ વખતે ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે. ઉતરાયણ પર્વ નજીકમાં આવી રહ્યું છે ત્યારે પતંગના વ્યાપારીઓએ પતંગ-દોરાનો સ્ટોક કરી દીધો છે દિવસો નજીક આવશે અને ઘરાકી વધશે તેવી આશા પણ સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...