તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોલ્ડન ચોકડી પાસે દારૂ સાથે એક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા હાલોલ તરફથી એક્ટિવા ઉપર એક શખ્સ થેલામાં ઇંગ્લિશ દારૂનાં ક્વાર્ટરિયાં ભરી વડોદરા તરફ આવી રહ્યા છે. તેવી બાતમીથી પોલીસે ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે વોચ રાખી એક્ટિવા પર આવતાં શખ્સને પોલીસે કોર્ડન કરી તપાસ કરતાં તેની પાસેથી થેલામાં દારૂનાં 103 ક્વાર્ટરિયાં મળ્યા હતાં. પોલીસે પકડાયેલા શખ્સની પૂછપરછ કરતાં શખ્સે રમેશભાઈ જેતાભાઇ સોલંકી(રહે. બાજવા) જણાવ્યું હતું. પોલીસે 10,300ની મતાના દારૂના જથ્થા સાથે એક્ટિવા સહિત કુલ મળી રૂ.30,300ની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો આ જથ્થો ઝાલોદના વોન્ટેડ ચુનિલાલ પાસેથી વેચાણ માટે લીધો હોવાનું જાણવા મળતાં પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...