તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ghoghamba News Due To The Increase In Prices Ghongambana39s Kite Market Has Affected The Downturn 024151

ભાવ વધારાને લઇને ઘોઘંબાના પતંગ બજારમાં મંદીની અસર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતંગપર્વ ઉતરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે. પરંતુ પતંગ રસિયાઓ આ વખતે ભાવ વધારો અને જીએસટીને લઇને અવઢવમાં છે. પરિણામે ઘોઘંબા પંથકના પતંગના વેપારીઓ ચિંતામાં દિવસો પસાર કરે છે.

ગત વર્ષ કરતા આ વર્ષે જીએસટી અને ભાવ વધારાને લઇ પતંગ અને દોરામાં 20 થી 30 ટકાનો વધારો થતા પતંગ રસિયાઓ પતંગ દોરા ખરીદવામાં ખચકાય છે.

ગત વર્ષોમાં પતંગના વેપારીઓ 15 દિવસ પહેલાથી વેચાણ કરવામાં નવરા પડતા ન હતા. તે વેપારીઓ આજે નવરાધૂત દેખાય છે. અને આકાશમાં પતંગો દ્રષ્ટિ ગૌચર થતી હતી તે આ વર્ષે દેખાતી નથી. અને આકાશ સાવ ખાલી નજરે પડે છે. તો મોજા પાવાવાળાઓએ પણ ભાવમાં વધારો કર્યો છે. કારણ લોટ કલર કાચ અને વિજબીલમાં વધારો થતા 2500 વારના દોરને પિવડાવવાના પહેલા રૂ.100 લેતા હતા. તેના આજે રૂ.125 થી 130 લેતા પતંગ રસિયાઓને આ વર્ષે ઉતરાયણ મોંઘી થશે.

અન્ય સમાચારો પણ છે...