તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોલતપુરા પાસે ગાડી પલટતા યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા | ઘોઘંબાના ગજાપુરા અને દોલતપુરા રોડ વચ્ચે ટાટા એસીઇ પલટી ખાતા 22 વર્ષના દૂધમલ યુવાનનું માથુ ડાલા નીચે આવી ગયુ હતુ. જેથી યુવાનનું ટુંકી સારવાર દરમિયાન મોત થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહાદેવીયા કાનપુરના ગાડી માલીકની ટાટા એસઇ ગજાપુર ખાતે દોલતપુરા વચ્ચે ગાડીના ચાલકે બેફીકરાઇથી હંકારતા ગાડી પલટી ખવડાવી રોડની બાજુમાં ગાડી પડતા વિપુલ સુરવીરસિ઼હ પરમારનુ માથુ ગાડીના ડાલા નીચે આવી જતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. બનાવ અંગે વિક્રમસિંહ પરમાર રહે.ભુખી તા.કાલોલે પોલીસ ફરીયાદ આપતા પોલીસે તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...