તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળી મહુડી પ્રા.શાળામાં બાળકોને સ્વેટર વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ તાલુકાની લીમડી પાસે આવેલી કાળી મહુડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શિયાળીની ઋતુમાં ઠંડીથી બચવા માટે દાતા અધિક ઇજનેર નાયક પંકજભાઈ,નાયક ચંદ્રશભાઈ દ્વારા ધોરણ-1ના નાના ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. નાના બાળકોને દાતા દ્વારા સ્વેટર આપવામાં આવતા ઠંડીથી રાહત થઈ હતી.આ કાર્યક્રમમાં શાળામાં આચાર્ય રોશનીબેન બિલવાળ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

સંતરામપુર ડાયટમાં ‘સંગાથ’ સામયિકનું વિમોચન કરાયું
સંતરામપુર : સંતરામપુર ખાતે 11 જાન્યુઆરીના રોજ ‘સંગાથ’ નામના ત્રૈમાસિક સાહિત્યિક સામયિકનું વિમોચન કરવામાં આવ્યું હતું.શ્રેષ્ઠ અને ગુણવત્તાલક્ષી સાહિત્ય પીરસવાની નેમ સાથે જાણીતા કવિ અને શિક્ષક પ્રવીણ ખાંટ અને ચંદ્રેશ પ્રજાપતિના સંપાદક સ્થાનેથી પ્રસ્તુત આ સામયિકનું વિમોચન સંતરામપુર ડાયટના પ્રાચાર્ય ડૉ.એ.વી.પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.તેઓએ અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં શિક્ષકના આ સાહિત્યિક ભગીરથ કાર્ય અને સાહસને હ્રદયપૂર્વક બિરદાવ્યું હતું.

જયદશામાં વિદ્યાલયમાં પતંગોત્સવની ઉજવણી કરાઇ
ઝાલોદમાં વણકતળાઈ હનુમાંજી મંદિર વિસ્તારમાં આવેલી જયદશામાં વિદ્યામંદિર પ્રાથમિક શાળા ખાતે “શાળામાં પતંગોત્સવ”અતર્ગત શાળાના ગુરુજનોનો બાળકોને સંદેશ આપતી પંક્તિ તું તારે કર્યા કર ખેંચાખેંચ, અમે તો ઢીલ દેવામાં જ માનીએ...હોય મોટો ફીરકો કે ભલે લચ્છો,અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ...કઠ્ઠણ તલના લાડુમાં ક્યાં છે એટલી મીઠાશ..સાથે ભૂલકાઓને પતંગ વિતરણ કરીને ઉજવણી કરી હતી.

આદર્શ એજ્યુ.કેમ્પસમાં સ્વ-શાસનની ઉજવણી
લુણાવાડા : આદર્શ વિધાલય અને આદર્શકેર સ્કૂલ લુણાવાડા ખાતે 31 ડિસેમ્બર 2018નાં રોજ બંને શાળામાં સ્વ-શાસન દિનની ઉજવણી કરવામાં આવી સવારની પ્રાર્થના સભાથી આઠ તાસનું શૈક્ષણિક કાર્ય અને સંચાલન વિધાર્થીઓ મારફતે કરવામાં આવ્યું હતું. વિષય વસ્તુ-પધ્ધતિ અને સંચાલન વ્યવસ્થાના ભાગરૂપે વિધાર્થીઓ એ દિન દરમ્યાન કરેલ કાર્ય સરાહનીય હતું. સભાખંડમાં વિધાર્થીઓ એ પોતાના દિવસ દરમ્યાનના પ્રતિભાવો રજુ કર્યા હતાં.

કાનોડ હાઈસ્કૂલ ખાતે યુવા વિષય પર વક્તવ્યનું આયોજન
કંથાગર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
સુખસર. ફતેપુરા તાલુકાના કંથાગર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શુક્રવારના રોજ કલસ્ટર કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હિંદોલીયા, આફવા, ભોજેલા, બચકરીયા, કંથાગર, સાગડાપાડા, ખાખરીયા પૂર્વ તથા પાટી ગામના સ્થાનિકોએ જાતિ આવકના દાખલા, રેશનકાર્ડ તથા તાલુકા કક્ષાની કામગીરી માટે તાલુકાના અધિકારીઓએ સ્થળ ઉપર નિકાલ કર્યો હતો. જોકે ઉપરોક્ત ગામડાના લોકોમાં સેવા સેતુ કાર્યક્રમમાં મોળો પ્રતિસાદ જણાયો હતો.

સંતરામપુર NSS દ્વારા યુવા દિવસ ઉજવાયો
સંતરામપુર : આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ સંતરામપુર NSS યુનિટ દ્રારા સ્વામી વિવેકાનંદ ની 156 મી જન્મ જયંતિ “ યુવા દિવસ” ની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સંતરામપુર નગર મા આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા ની સફાઇ કરી, તેમને પુષ્પ માળા પહેરાવવામાં આવી,વિદ્યાર્થીઓએ આ પ્રસંગે “ સ્વામી વિવેકાનંદ અમર રહો”નાં શુત્રૉ પોકાર્યા. કૉલેજમાં સ્વામી વિવેકાનંદ: જીવન અને સંદેશ” વિષય પર વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન થયુ .

કાલોલ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલોલ શાખા દ્વારા વિવેકાનંદજી જન્મજયંતી નિમિત્તે કાલોલ તાલુકા ના કાનોડ હાઈસ્કૂલ ખાતે વિવેકાનંદજી ના જન્મ જયંતી નીમીતે વિવેકાનંદજી અને આજનો યુવા વિષય પર વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પંચમહાલ જિલ્લા મહાવિદ્યાલય ના પ્રમુખ જયભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

પીપલોદ ગામે સ્વચ્છતા અભિયાન યોજાયું
પીપલોદ. પીપલોદ ગામે સ્વામી વિવેકાનંદજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા જાગૃતિ મિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક.મ.લ. હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓ, સ્ટાફગણ, આચાર્ય, ગ્રામ પંચાયત પીપલોદના સરપંચ, દાહોદ જિલ્લા બી.જે.વાય.એમ. આટી સેલ કો.કન્વિનર તથા ગ્રામજનો અને સફાઇ કામદારો દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં શાળાના ડી.સી.પટેલે સ્વચ્છતા વિશે બાળકોને સમજણ આપી હતી.

રક્તદાન શિબીરમાં 51 યુનિટ રક્ત એકત્ર થયુ
ગોધરા . ગોધરામાં વિવેકાનંદની 156મી જન્મ જયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિનેે યુવા અગ્રણી બ્રિજરાજ રાઉલજી તથા આદિત્યરાજ સીસોદીયા અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબીરનું આયોજન કર્યુ હતુ.જેનો મુખ્ય ઉદેશ જરૂરીયાતમંદોને લોહી મળી રહે કારણકે માનવીનું લોહી કોઇ કારખાના કે નાની પ્રયોગશાળામાં બનતુ નથી માત્ર માનવ પાસેથી મળેલ લોહી અન્ય જરૂરીયાત લોકોને પહોચાડી શકાય છે. જેમા જાત પાત કે સ્ત્રી પુરૂષનો ભેદભાવ હોતો નથી માટે જ રક્ત દાન મહાદાન કહ્યુ છે.

ભે મુખ્ય પ્રા.શાળામાં પતંગોત્સવ ઉજવાયો
બાટણપુરા શાળામાં પતંગોત્સવની ઉજવણી
દાહોદ. ધાનપુર તાલુકાના નવાનગર કલસ્ટરની બાટણપુરા ફ.વર્ગ પ્રા.શાળા (ન.)માં તા.12મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પતંગોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય પ્રેમીલાબેન મકવાણા દ્વારા શાળાના તમામ બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા આ કાર્યક્રમમાં શાળાના રમેશભાઇ ચૌધરી, કોમલબેન પટેલ, અમીષાબેન ચૌધરી, ચિરાગ કે. પંચાલ સહિતનો સમગ્ર શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ઓમાન રિફાઇનરી દ્વારા સ્કૂલ બેગનું વિતરણ
લીમખેડા. ભારતીય ઓમાન રિફાઇનરી લિમિટેડ (વાડીનાર-બીના-પાઇપલાઇન) અંતર્ગત લીમખેડા તાલુકામાં આવેલી ટીંબા પ્રાથમિક શાળામાં સ્કૂલ બેગ તથા વોટર કૂલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, લીમખેડા એએસઆઇ, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, ગામના સરપંચ, માજી તાલુકા ઉપપ્રમુખ, આદિજાતિ મોરચાના પ્રમુખ, પગાર કેન્દ્ર અગારા (ઉ.)ના આચાર્ય, સીઆરસી કો. , વિવિધ શાળામાંથી પધારેલા આચાર્યો, શિક્ષકમિત્રો, મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગરબાડા તાલુકાની ભે મુખ્ય પ્રા.શાળામાં તા.12ના રોજ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ ભુરીયા નવલાભાઇ દ્વારા બાળકોને પતંગ આપવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ બાળકોને ચોકલેટ વહેંચી ઉત્તરાયણના મહત્વ વિશે સમજ આપી હતી.

બચકરીયા પ્રા.શાળામાં પતંગોત્સવ ઉજવાયો
સુખસર. ખાખરીયા બચકરીયા પ્રાથમિક શાળામાં તા.12 જાન્યુઆરીના રોજ શાળાના તમામબાળકો અને શિક્ષક સ્ટાફગણના સહયોગથી બાળકો સાથે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મહેન્દ્રભાઇ ભાભોર તરફથી શાળાના તમામ બાળકોને તેમના હસ્તે પંતગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણે પતંગ ચગાવતા દોરીથી પશુ પક્ષીઓ તેમજ પોતાને અકસ્માત જાનહાનિ થાય નહી તે બાબતે વાકેફ કર્યા હતા.

કાલોલમા પોલીસ કેડેટ સ્કીમ હેઠળ ડ્રેસનુ વિતરણ
કાલોલ : કાલોલ ખાતે ધી એમ જીએસ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક વિભાગ ના ધોરણ ૮ ના વિધાર્થીઓ ને ગુજરાત પોલીસ કેડેટ સ્કીમ હેઠળ જીલ્લા પોલીસ મારફતે કાલોલ પોલીસ દ્વારા ડ્રેસ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાલોલ પોલીસ મથક ના ટ્રાફિક વિભાગ ના અધિકારી હાજર રહ્યા હતા.

ડામરીયા ફ.વર્ગ લાબડાધરામાં મકરસંક્રાંતિની ઉજવણી
MSW કોલેજમાં વિવેકાનંદની જયંતિ ઉજવાઇ
દાહોદ. એમ.એસ.ડબલ્યુ. કૉલેજ નગરાળામાં તા.12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની 157 મી જન્મ જયંતિની ઉજવણીમાં ગુર્જર ભારતી ટ્રસ્ટી ગોપાલભાઈ પી. ધાનકાનાં અધ્યક્ષતામાં ઉજવવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ વકૃત્ત્વ સ્પર્ધા તેમજ વિવિધ નાટક દ્વારા યુવાધનને પ્રોત્સાહિત કરતા અને પ્રેરણા સ્ત્રોત નાટકોની ભજવણી કટી હતી તેમજ તમામ વિદ્યાર્થીઓએ તંબાકુ મધપાન જેવા વ્યસનોથી દુર રેહવાની પ્રતિજ્ઞા લીધી હતી. નગરાળા કેમ્પસનાં ડાયરેક્ટ રાણા, સુથાર, અને મોઢીયા આ કર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓને યુવા ધન કેવી રીતે જાળવવું તેની માહિતિ આપી હતી. અંતે કૉલેજનાં આચાર્યએ તમામ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓની આભારવિધિ માની કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.

ડોલરિયામાં શૈક્ષણિક પ્રવાસ યોજાયો
ગોધરા : શ્રી ઝરખડી ફ પ્રા શાળા (ડોલરિયા) ના ધોરણ 2 થી 5 ના કુલ 30 બાળકોએ વડોદરા ખાતે સયાજી બાગ ,જલારામ મંદીર તથા વિમાનમથક જેવા સ્થળોએ શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો.સયાજી બાગ ખાતે zoo મા બાળકોએ પ્રાણીઓ તથા દેશ વિદેશના પક્ષીઓ નિહાળ્યા હતા. મ્યુઝીયમની મુલાકાત લીધી હતી.બાળકો એ દિવસ દરમિયાન આનંદ ઉલ્લાસ કરી પ્રવાસ ને સફળ બનાવ્યો.

રાષ્ટ્રીયયુવાદિનની અને પતંગોત્સવની ઉજવણી
લુણાવાડા : આદર્શ એજ્યુકેશન કેમ્પસની આદર્શ વિધાલય અને આદર્શકેર સ્કૂલ લુણાવાડા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ-રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીના ભાગ રૂપે વિધાર્થીઓ એ સ્વામી વિવેકાનંદના જીવન-કવન તેમજ તેમના પ્રરેણાદાયી પ્રવચનોના અંશો વક્તવ્ય રૂપે રજુ કરી સ્મરણાજંલિ આપી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો. શાળા સંચાલકના મંડળના પ્રમુખશ્રી કિરીટભાઇ પંડ્યા સાહેબે ઉદબોધન કર્યું હતું.

જેપુરા શાળામાં ઉતરાયણ પર્વની ઉજવણી
હાલોલ : હાલોલના જેપુરા શાળાના મુ.શિ. અતુલભાઇ પંચાલે શાળાના તમામ બાળકોને ચિકી તેમજ મમરાના લાડુનું વિતરણ કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી.સાથે સાથે રૂબામીન કંપનીના ચંદ્રેશભાઇ તથા તેમના સાથી મિત્રોની મદદથી શાળાના માતા પિતા વગરના બાળકોને સ્કુલ બેગ, સ્વેટરપ બોલપેન, ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ગોધરા : પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની ડામરીયા ફ વર્ગ લાબડાધરા પ્રાથમિક શાળામાં મકરસંક્રાંતિ ની ઉજવણી કરાઈ જેમાં સૌ વિદ્યાર્થીઓ એ પતંગો ચગાવી અને સૌને પર્વનું મહત્વ સમજાવાયું.

દાહોદમાં ABVP દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજાઇ
દાહોદ. ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજી ની ૧૫૬મી જન્મજયંતી નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દાહોદ શાખા ઘ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ,મામા ફળકે સરકારી કુમાર છાત્રાલય,કુમાર ડ્રાય હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓ ઘ્વારા પૂજન ,વક્તવ્ય અને શીઘ્ર વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ધાનપુરની મોટીમલુ પ્રાથમિક શાળાનુ ગૌરવ
ધાનપુર તાલુકાના મંડોર કલસ્ટરની ખેડા ફળિયા મોટીમલુ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અરુણભાઈ વસાવાએ ૩ જી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી સ્પૉટસ ઑથોરિટી ઑફ ગુજરાત અખિલ ભારતીય મુલ્કી ઍથલૅટિક સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને લાબીકૂદ તથા ૧૧૦ મીટર હડલ્સમા નેશનલ કક્ષાએ સચિવાલયની ટીમમાં પસંદગી પામી રાયપુર ખાતે ગુજરાતી ટીમ વતી રમશે.

દાહોદ ખાતે સ્વ.ઉર્વશી દેસાઈ વકતૃત્વ સ્પર્ધા
દાહોદ. દાહોદ ખાતે મહિલા ઉત્થાન અને સ્ત્રી સશક્તિકરણના ક્ષેત્રે અગ્રીમ પંક્તિની સંસ્થા દાહોદ ભગિની સમાજ દ્વારા તા.11 .1.’19 ને શુક્રવારે સંસ્થાના વડા કલ્પનાબેન શેઠના અધ્યક્ષપદે તેમજ દાતા શરદભાઈ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળા-મહાશાળાઓની વિદ્યાર્થીઓ, દાહોદની ગૃહિણીઓ અને શિક્ષિકા બહેનો વચ્ચે સ્વ. ઉર્વશી દેસાઈ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર વિભાગમાં 20 બહેનોએ ભાગ લીધો હતો. જેનો વિષય ‘ભણતર સાથે ઈતર પ્રવૃત્તિઓની જરૂરિયાત કેટલીω’ રાખવામાં આવેલો.

અન્ય સમાચારો પણ છે...