તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Devgadh Baria News Deepa Killed Three Cattle In The New Teberwa Village Of Bodelli 022603

બોડેલીના નવા ટીંબરવા ગામમાં દિપડાએ 3 પશુઓનું મારણ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાના નવા ટીંબરવા ગામે દિપડાએ ગતરોજ ત્રણ બકરાને શિકાર કર્યો હતોઇ ચલામલી પંથકના નવા ટીંબરવાનો જંગલ વિસ્તાર નજીક હોઇ આ વિસ્તારમાં દીપડા હોવાથી શક્યતા નકારી શકાય તેમ નથીઇ ત્રણ બકરાના શિકાર પૈકી એક બકરાને દીપડો ખેંચી ગયો હતો. જ્યારે બે બકરા મરેલા ત્યાં જ મૂકી ગયો હતો. બોડેલી તાલુકાના ફેલાઇ વિસ્તારના નવા ટીંબરવા ગામે શંકરભાઇભાણાભાઇ નાયક કાચા ઘરમાં રાતના તેઓ ઊંઘતા હતા. ત્યારે ઘરના વાડામાં ખુલ્લામાં બાંધેલા બકરાઓને શિયાળાની ઠંડીમાં મળસ્કે ચાર વાગ્યાના સુમારે જંગલ ઝાડી વિસ્તારમાંથી આવેલ દીપડો એક પછી એક પછી એક ત્રણ બકરાઓનું મારણ કર્યું હતું.

જેમાંથી એક બકરાને ખેંચી ગયો હતો.જ્યારે બે બકરાને સ્થળ પર મૂકી ગયો હતો. દીપડાના આતંકના પગલે ગ્રામજનોમાં ભયનો લાગણી ફેલાઇ હતી. ઘટના જાણ બોડેલી ફોરેસ્ટ ખાતાને થતા આરએફઓ સહિતનો સ્ટાફ સ્થળ પહોંચી ગયો હતો. આરએફઓ મંગુભાઇ બારીયાએ પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...