તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટર-SPની પદયાત્રા : 57 દુકાનદારોને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરમાં સોમવારે સવારે સ્માર્ટસિટી અંતર્ગત સ્ટેશન રોડની કાયાપલટ કરવા માટે દાહોદ કલેકટર,એસ.પી અને ચીફ ઓફીસર સહિતના અધિકારીઓએ પદયાત્રા કરીને જાત નિરીક્ષણ કર્યું હતું. સંખ્યાબંધ દુકાનોના ઓટલા અને ઝુકાટ બહાર હોવાથી તેવા 57 દુકાનદારોને હાથોહાથ નોટિસો આપવામાં આવી હતી. આ સાથે દબાણો જાતે દૂર કરવાની સુચના સાથે જો આમ નહીં કરાય તો પાલિકાને તોડી નાખવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ કાર્યવાહી કરવામાં આવશે.

દાહોદ કલેક્ટર વીજય ખરાડી, એસ.પી હિતેશ જોયસર અને પાલિકાના ચીફ ઓફીસર પી.જી રાયચંદાની સાથે લગભગ પાલિકા અને પોલીસના 100 કર્મીઓની ટીમ સાથે સ્માર્ટસિટી અંતર્ગત સ્ટેશન રોડ ઉપર સોમવારે સવાર પદયાત્રા કરીને બસ સ્ટેન્ડ વિસ્તાર, ઠક્કર ફળિયા, ...અનુસંધાન પાના નં.2

કોર્ટ રોડ ઉપર 18 વેપારીને નોટિસ
કલેક્ટર, જિલ્લા પોલીસ વડાની ટુકડી દ્વારા કાર્યવાહી થયા બાદ બપોરના સમયે નગર પાલિકા ટીમ દ્વારા જૂની કોર્ટ વિસ્તારમાં ફરીથી તંત્ર દ્વારા થયેલ રાબેતા મુજબની કાર્યવાહી અંતર્ગત રૂ. 2450 દંડ એકત્રિત કરવામાં આવ્યો હતો.અને આ વિસ્તારમાં પણ 18 જેટલી નોટિસો ફટકારવામાં આવી હતી.

પોલીસે ટ્રાફિક મામલે 25 નોટિસ આપી
સોમવારે પદયાત્રા દરમિયાન જે દુકાનો આગળ આડેધડ વાહન પાર્ક કરેલા હતાં તેવા 25 દુકાનદારોને પોલીસ દ્વારા નોટિસો આપીને માલિકોને પોતાના ગ્રાહકોના પાર્કિંગનું ધ્યાન પોતે જ રાખવાની વ્યવસ્થા કરાવવા તાકીદ કરી હતી.

રેલવેની ખુલ્લી જમીનની વિગતો માંગી
કલેકટરે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ રેલવેના ખુલ્લા પ્લોટ ખાતે પહોંચ્યા હતા. અને ત્યાં તેમણે જણાવ્યું હતું રેલ્વે પણ ભારત સરકારની જ છે. તો રેલવેની સાથે વાટાઘાટો કરી ખુલ્લા પડેલા આ સ્થળને પાર્કિંગ પ્લોટ બનાવી શકાય તેવી સંભાવનાઓ દર્શાવી સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

દાહોદ કલેક્ટરે તમામ તંત્રના સંયુક્ત ઓપરેશન થકી સોમવારે દબાણકર્તાઓ માટે સપાટો બોલાવ્યો હતો. તસવીર સંતોષ જૈન

ઇલેક્ટ્રિક ડી.પી. હટાવાની સૂચના
દાહોદમાં જ્યાં જ્યાં ડી.પી. ગોઠવાયેલા છે તેની આડમાં દબાણો વધુ માત્રામાં પાંગરે છે તે વાત ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવતા તે બાબતની પણ નોંધ લઇ ઘટતું તે કરવા જણાવ્યું હતું. રસ્તા પર મુકાયેલા જે તે ડી.પી. કોઈ વખત મોટો અકસ્માત સર્જી શકે છે. અને સાથે જ તેની આસપાસ દબાણ વધતા હોવાની નોંધ લઇ કલેકટરે વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરવાનું જણાવ્યું હતું.

અન્ય વિસ્તારમાં પણ કાર્યવાહી કરાશે
સ્માર્ટસિટી અંતર્ગત ટ્રાફિક, પાર્કિંગ અને દબાણ મુદ્દે કાર્યવાહી કરાઇ હતી. દબાણો દૂર કરી દેવાની સુચના આપવામાં આવી છે. જો દુકાનદારો જાતે દૂર નહીં કરે તો તો તોડી નાખવામાં આવશે. શહેરના અન્ય વિસ્તારમાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વીજય ખરાડી, કલેક્ટર,દાહોદ

અન્ય સમાચારો પણ છે...