તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Limkheda News Candidates39 Seat For Not Breaking The Peace In Limkheda Elections 031628

લીમખેડા ચૂંટણીમાં સુલેહ ભંગ ન થાય તે માટે ઉમેદવારોની બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા ગ્રા. પં.ની ચૂંટણીમાં કોઇપણ જાતના ઘર્ષણ વિના ગામની એકતા-શોભા જળવાઇ રહે તે માટે ગ્રા. પં.ના સરપંચની અધ્યક્ષતામાં ચૂંટણી લડતા ઉમેદવારોની બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોએ અપ પ્રચારથી દૂર રહેવા સંમતિ દર્શાવી હતી.

લીમખેડા ગ્રામ પંચાયતની સરપંચ તથા વોર્ડ સભ્યની ચૂંટણી માટે હાલમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે બેઠકમાં સરપંચ રાકેશભાઈ બારીયાએ ચૂંટણી લડતા ઉમેદવારોની ગ્રામ પંચાયતમાં બેઠક યોજી હતી. ઉમેદવારોએ ચૂંટણીમાં કોઇપણ ઉમેદવારોની વિરોધમાં વ્યક્તિગત ટીકા ટિપ્પણીથી દૂર રહેવા તથા એકબીજાના વિરોધમાં અપપ્રચાર નહિ કરવાની સંમતિ દર્શાવી હતી. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન સુલેહભંગ નહીં થાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે દરેકે ખાતરી વ્યક્ત કરી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી લોકશાહી ઢબે તટસ્થ અને ન્યાયિક રીતે યોજાય તે માટે લીમખેડા પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તે અંગેની પણ ચર્ચા વિચારણા સાથે આયોજન નક્કી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...