તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Sukhsar News Bawa39s Handmade Small And Large Staircase Leads To St Just Want To Get Started 074541

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવાની હાથોડથી નાના-મોટા સરણૈયા જતી એસ.ટી. બસ શરૂ કરાવવા માગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરા તાલુકાના નાનાસરણૈયા તથા મોટા શરણૈયા સંતરામપુર તાલુકાનું સરહદી ગામ છે. અહીંયાના સ્થાનિક લોકોને વેપાર તથા અન્ય કામકાજ માટે બલૈયા આવવું પડે છે તેમજ અહીંયાની પ્રજાને આવજા કરવા માટે ફતેપુરા મેઇન રોડ બાવાની હાથોડ ક્રોસીંગથી જતા નાના-મોટા સરણૈયા માર્ગ ઉપર વર્ષો આગાઉ એસ.ટી બસની સુવિધા અપા હતી.પરંતુ આ રૂટ ઉપર એસ.ટી.બસ બંધ કરી દેવાતા હાલ મુસાફર જનતાને વાહન વિના મુશ્કેલી પડી રહી છે.જોકે આ રસ્તા ઉપર અવરજવર કરવા માટે ખાસ કરીને ખાનગી વાહનો પણ મળી શકતા નથી. નાના-મોટા સરણૈયાથી બલૈયા ખાતે વેપાર તથા અન્ય કામકાજ માટે આવતા લોકોને ૪ થી ૫ કિલોમીટર જેટલું અંતર પગદંડી ચાલીને આવવું પડતું હોય છે. જે લોકો પાસે વાહનોછે તેમના માટે વાંધો નથી.પરંતુ જે લોકો પાસે વાહનની સુવિધા નથી તેવા લોકોને વર્ષોથી મુશ્કેલી પડી રહી છે.ત્યારે બાવાની હાથોડથી નાના-મોટા સરણૈયા રસ્તા ઉપર સરકારી ST બસ ચાલુ કરવાની માંગ કરાઇ છે.

વર્ષો અગાઉ એસ.ટી બસ ચાલતી હતી
 વર્ષો અગાઉ અમારા બાવાની હાથોડ તથા બારીયાનીહાથોડ થઇ નાના-મોટા સરણૈયા રુટ તરફ એસ.ટી.બસ ચાલતી હતી.પરંતુ આ બસ બંધ કરી દેવાતા આરસ્તા તરફ જતી મુસાફર જનતાને મુસાફર વાહન વિના મોટી મુશ્કેલી પડે છે.જ્યારે નાના-મોટા સરણૈયાના લોકોને પાંચેક કિલોમીટરનું અંતર કાપી સુધી આવવું પડે છે.ત્યારે આ રસ્તા ઉપર એસ.ટી.બસ ચાલુ કરાય તો મુસાફર જનતાને સુવિધા પ્રાપ્ત થાય તે લાગતા-વળગતા તંત્રે ધ્યાન આપવું જરૂરી છે. મહેન્દ્રભાઈ બારીયા (બારિયાની હાથોડ,સ્થાનિક)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો