તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાન મુમુક્ષુ વત્સલકુવર દ્વારા દિક્ષા પહેલાં વર્ષિદાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલમાં હાલોલ તાલુકાના છાણતલાવડી ગામે અનેકાનેક ગ્રામોધ્ધારક, પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત નરરત્ન સૂરીશ્ચરજી મહારાજા ના શિષ્ય બનીને જીવન સમર્પિત કરવા જઈ રહેલા અતિ યુવાન મુમુક્ષુ વત્સલકુવર દ્વારા રવિવારે દિક્ષા પહેલાં વર્ષિદાન આપવામાં આવ્યું હતું.ઞામમા મુમુક્ષુનુ ઉમળકાથી સ્વાગત કરી વરઘોડો કાઢવામાં આવ્યો હતો તથા નારા લગાવ્યા હતા. ગ્રામજનોએ પોતાના ઘરે મુમુક્ષુના પગલાં કરાવ્યા હતા.આ પ્રસંગે આજુબાજુના ૧૫ થી ૧૭ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અને મુમુક્ષુ દ્વારા કરવામાં આવેલ દાન મેળવીને લોકો ધન્યતા અનુભવી હતી. ૧૦૦૦ થી વધુ દીક્ષા દાતા સંઘસ્થવિર પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય સિધ્ધિ સૂરીશ્ચરજી મહારાજ સાહેબ ના પ્રશિષ્ય અનેકાનેક ગ્રામોધ્ધારક, પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નરરત્ન સૂરીશ્ચરજી મહારાજા ના ચરણોમાં પોતાનુ જીવન સમર્પિત કરવા જઇ રહેલા યુવાન મુમુક્ષુ રત્ન શ્રી વત્સલકુવરનુ બેઠુ વર્ષીદાન તા. ૧૩/૧/૧૯ ને બોડેલી વિસ્તાર ના છાણતલાવડી ગામે કે રાખવામાં આવ્યું હતું .

છાણતલાવડી ગામે યુવાન મુમુક્ષુ વત્સલકુવર દ્વારા દિક્ષા પહેલાં વર્ષિદાન આપવામાં આવ્યું હતુ મકસુદ મલીક

અન્ય સમાચારો પણ છે...