તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Devgadh Baria News After 20 Years Of Re Starting The Market In Pipalod Village 022009

પીપલોદ ગામે 20 વર્ષ બાદ પુન: હાટ બજાર શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપલોદ ગામ ઉદ્યોગ ધંધા માટેનું મહત્વનું સ્થળ ગણાતુ હતું. વર્ષો પહેલાના સમયમાં તેલ કાઢવાની મિલ, ટીમરૂ પાન, ઇમારતી લાકડુ, વિલાઇતી નળીયા, તથા કાપડ માટેનું વેપાર માટેનું ખ્યાતનામ પામ્યું હતું. મિલબંધ થઇ જતાં તેમજ જંગલનો નાશ થઇ જતાં ઉદ્યોગ ધંધો પડી જવા પામ્યો હતો.

જ્યારે પીપલોદથી બારીયા જવા માટે રેલવે માર્ગ બંધ થઇ જવાથી પણ માઢી અસર જોવા મળી હતી. ત્યારે લોકોની માંગને ધ્યાને રાખી હાટ બજાર ચાલુ કરવામાં આ‌વ્યું હતું. પરંતુ તેમા ધારી સફળતા ન મળતાં બંધ થઇ ગયું હતું. ત્યારે તેની અસર વેપાર ધંધા માટે અવરોધ બની ગઇ હતી.

પરંતુ હાલ પીપલોદ ગામ રેલવે માર્ગ તથા નેશનલ હાઇવે પરનુ ગામ હોવાથી વેપાર ધંધામાં વેગ મળ્યો છે.

ત્યારે વાપીરઓ, ખેડૂતોની માંગણીને ધ્યાને રાખી એ.પી.એમ.સી.ના ચેરમેન ભરતભાઇ ભરવાડ, રૂપસીંગભાઇ ડામોર, પૃથ્વીસિંહ પુવાર, સી.બી.બારીયા તથા એ.પી.એમ.સી.ના સેક્રેટરી ગોપાલભાઇ રાણા જેવા આગેવાનો દ્વારા પુન: હાટ બજારનું આયોજન કરી ચાલુ કરાવતાં વેપારી, ખેડૂતો અને આમ જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પીપલોદ ગામમાં વર્ષો બાદ પુન: હાટબજાર ચાલુ થતાં વેપારીઓ, ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...