તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jhalod News Additional Assistant Engineer39s Salary In Panchayat Branch In Dahod District Has Been Reduced To Rs 38090 After 5 Years 030206

દાહોદ જિ.માં પંચાયત શાખામાં અધિક મદદનિશ ઇજનેરનો પગાર 5 વર્ષ બાદ રૂા.38090 કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લાનામાં જિલ્લા પંચાયત હસ્તક સહિતના વિભાગોમાં ફરજા બજાતાવતા 35 જેટલા અધિક મદદનિશ ઇજનેરોને રાજ્યના અન્ય જિલ્લાઑ કરતાં 31340 એટેલે કે 6750 ઓછો પગાર આપવામાં આવતા જિલ્લાના અધિક મદદનિશ ઇજનેરોના પગારમાં વિસંગતા જોવા મળી હતી.

તેમજ એક સરખી કામગીરી હોવા છતાં પણ ઈજનેરોને 38090 ના બદલે 31340 ચૂકવામાં આવતા જિલ્લા આખામાં વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પગારમાં વિસંગતા મામલે દિવ્ય ભાસ્કર દૈનિકમાં સમાચાર પ્રકાશિત કરવામાં આવતા રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા તાત્કાલિક અસરથી ચોવીશ કલાક માં જ ઇમેલથી જિલ્લાના ઇજનેરોની માહિતી માંગવાઇ હતી. ત્યાર બાદ નાયબ સચિવએ જિલ્લાના અધિક મદદનિશ ઇજનેરોના પગાર જાન્યુઆરી 2019થી 38090 ચૂકવવાનો લેખિત હુકમ કર્યો હતો. પાંચ વર્ષ બાદ પગારમાં વિસંગતા દૂર થતાં જિલ્લાના ઇજનેરોમાં આનંદ છવાયેલો જોવા મળ્યો હતો.

સરખું મહેતાણુ આપવાનો આદેશ કરાયો
દાહોદ જિ.પં. અને તા. પં. મથકોમાં ફરજ બજાવતા 35 જેટલા અધિક મદદનીશઇજનેરોના પગારમાં નાયબ સચિવે વિસંગતા દૂર કરી રાજ્યના ઇજનેરોની જેમ એક સરખું મહેતાણું જાન્યુ. 2019થી આપવાનો આદેશ કરાયો છે. ત્યારે ઈજનેરોને ઓછા પગારનું ચારથી પાંચ વર્ષનું લાખોનું એરિયર્સ તંત્ર દ્વારા આપશે કે નહીં તે જિલ્લા આખામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...