તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદમાં આજે હેલિપેડ ખાતે પતંગોત્સવનું ભવ્ય આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ નગર પાલિકા અને હોલીજોલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સ્માર્ટ સિટી દાહોદ ખાતે એક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદના આકાશમાં પ્રથમ જ વખત વ્યાવસાયિક પતંગ સ્પર્ધકો દ્વારા વિવિધ આકાર ધરાવતા વિશાળ કદના પતંગો ઉડાડશે. આ દરમ્યાન ડી.જે. મ્યુઝિકના તાલે સ્વાદરસિકો માટે અવનવા નાસ્તા અને ભોજન જેવી વાનગીની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સમયે આકાશમાં અને જમીન પર પતંગનો શો યોજાશે. તદ્દઉપરાંત સાંજે છ વાગે લાઈટવાળા કાઇટનો શો પણ રાખવામાં આવ્યો છે. આ પતંગોત્સવમાં દાહોદના નગરજનો તેમના પતંગને પોતાની રીતે બપોરે 1 થી 2.30 સુધી ઉડાડી શકશે અને બાદમાં આકાશમાં ઉડી શકે તેવા શ્રેષ્ઠ અને સર્જનાત્મક પતંગ માટે ખુલ્લી સ્પર્ધા યોજાશે. ત્યારબાદ વ્યવસાયિક પતંગ ફ્લાયર્સ દ્વારા અવનવા 20 થી 30 ફૂટ જેવડા મોટા પતંગ આકાશમાં ઉડાડવામાં આવશે. આ પતંગોત્સવ પિકનિક

...અનુ. પાન. નં. 2

અન્ય સમાચારો પણ છે...