તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

35 વર્ષીય મહિલાને હત્યારાએ ગળંુ દબાવી મોતને ઘાટ ઉતારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાગડાપાડા ગામના માલાબારીયા ફળિયા ખાતે રહેતા કિરીટભાઈ જીથરાભાઈ અમલીયારના લગ્ન નીંદકાપૂર્વ ચાંદલી ફળિયા ખાતે રહેતી વનીતાબેન ઉંમર વર્ષ ૩૫ સાથે દશેક વર્ષ અગાઉ થયા હતાં. પતિ કિરીટભાઈ અમલીયાર ગત દશેક દિવસ અગાઉ બે પુત્રીઓ સાથે મોડાસા બાજુ મજુરી કામે ગયેલ હતા.જ્યારે વનીતાબેન તથા તેના નાના પુત્ર સાથે નવીન મકાનનું બાંધકામ ચાલુ હોય ઘરે હતા. અને આ મકાનનું બાંધકામ વનીતાબેનના પિયરના લોકો દ્વારા ચણતર કામ કરવામાં આવી રહ્યું હતુ. અને વનીતાબેન ચણતર મજૂરી કામમાં મદદ કરી રહ્યા હતા. ગતરોજ સાંજના ચારેક વાગ્યા સુધી સહી-સલામત વનીતાબેનના સસરા જીથરાભાઈ અમલીયારે પુત્રવધુ વનીતાબેનને જોયા હતા. આજરોજ વહેલી સવારે ખેતરમાં ગયેલા કાકા સસરા વકાભાઇ અમલીયારે વહુ ખેતરમાં સૂઇ ગયેલ છે અને ઉઠતાં નથી તેવી બૂમ પાડતા લોકો દોડી આવ્યા હતાં.તપાસમાં મૃત મળેલી વનીતાના ગળાના ભાગે તાજો ઉઝરડો તથા સોજો આવી ગયેલ નજરે પડ્યો હતો. પ્રથમ નજરે જોતાં વનીતાને ગળું દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે જીથરાભાઇની ફરિયાદના આધારે સુખસર પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો દાખલ કર્યો છે. વનીતાનું ગળુ ભીંચી દેતા મોત થયાનું પીએમમાં સામે આવ્યુ છે.

પતિ અને બે પુત્રી10 દિવસથી મોડાસા બાજુ મજુરી કામે ગયા હતાં

અન્ય સમાચારો પણ છે...