તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 લાખ દહેજની માંગણી કરતાં મહિલા પોલીસ મથકે ફરીયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના વાવડી બુઝર્ગમાં રહેતી પરીણીતા અનિતાબેના લગ્ન સુરત ખાતે રહેતાં પ્રશાંત હરીશચંદ્ર શર્મા સાથે થયા હતા. લ્ગન ના ચાર માસ બાદ અનિતાબન તથા તેમના સંતાનોને સારી રીતે ના રાખીને અનિતાબેનને તેના પતિ પ્રશાંત, તથા દિયર ભરતભાઇ તેમજ દેરાણીભાવનાબેન અવાર નવાર તને ઘરનુ઼ કામકાજ આવતું નથી તેમ કહીને મેણાટોણા મારતા હતા. પણ દિવસ઼ે દિવસે તેઓના ત્રાસ વઘતો ગયો હતો. તેના પતિપ્રશાંતે તું મને ગમતી નથી મારે બીજા લગ્ન કરવાના છે. તારા બાપના ઘરે થી પાંચલાખ રૂપિયા દહેજ લઇને આવ તેમ કહીને પતિસાથે તેના દિયર તથા દેરાણી મારઝુડ કરીને શારિરિર માનસિક ત્રાસ આપીને અનિતાબેન તથા તેમના બે સંતાનને ઘરમાંથી કાઢી મુકયા હતા. પોલીસ ફરીયાદ અનિતાબેનને ગોધરાના મહિલા પોલીસ સ્ટેશનમાં નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...