તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરવડીની સંયુક્ત માલિકીની જમીનના બોગસ દસ્તાવેજમાં 2ને 4 દિવસ રિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરવડી ગામની સંયુકત માલિકીની જમીનનું ખોટું કુલમુખત્યારનામું રજુ કરીને લાખો રૂપિયાની જમીનનો દસ્તાવેજ કરી દેતાં શાહેરાબાનુ શરીફ મિયાએ 2016માં ગોધરાના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.આ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં શાહેરાબાનુએ તલાટી, ઇ-ધરા નાયબ મામલતદાર સહિત 28 વ્યક્તિઓની સંડોવણી હોવાની અરજી પણ આપી હતી. પોલીસે 2016માં ચાર વિરુદ્ધ ફરીયાદ નોધી હતી. બે વર્ષ બાદ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં પોલીસે બેની ધરપકડ કરી હતી. બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં.

પરવડી ગામે શાહેદાબાનુ તથા તેમના કુટુબીજનોની સંયુકત માલિકીની જમીજ આવેલી હતી.આ જમીનનો અમુક ભાગ જમીનના સંયુક્ત માલીકીના ભાગીદારો બસીરભાઇ શેખ, અબ્દુલ મલિક તથા ઇનાયતભાઇ શેખ અને હુસેનભાઇ શેખેનાઓએ તેમના ભાગની જમીન સાથે શાહેરાબાનુ તથા તેમના સગાઓના ભાગની અમુક જમીનનો ભાગનો હિસ્સો નો ખોટું કુલમુખત્યારનામું રજુ કરીને 2009માં દસ્તાવેજ કરી ને જમીન ને વેચાણ કરી દીધો હતો.આમ સંયુકત માલિકની જમીન ભાગીદારોની સહમતી વગર જમીન વેચાણ કરી દેતાં શાહેરાબાનુએ 2016 માં પોલીસ ફરીયાદ નોંધાવી હતી. હાલ બોગસ દસ્તાવેજ પ્રકરણ ગોધરામાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બે વર્ષ બાદ પોલીસે આ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં ઇનાયતભાઇ શેખ અને બસીરશેખની ધરપકડ કરી હતી. ઝડપેલા બેને રીમાન્ડ માટે કોર્ટમાં હાજર કરતા બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં.

28 જણા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની અરજી
પરવડીની સંયુકત માલીકની જમીનના ભાગીદાર શાહેરાબાનુએ 2016માં પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યું હતુંકે આ પરવડીની સયુકત ભાગીદારીની જમીનનો બોગસ દસ્તાવેજ કરીને પરવડીના તલાટી તથા ખોટી એનટ્રી પાડનાર નાયબ મામલતદાર ઇ-ધરા, દસ્તાવેજમાં સાક્ષીઓ તથા આ બોગસ દસ્તાવેજ હોવા છતાં આ જમીન વેચાણ લેનાર ગામના મોટા જમીન દલાલો સહીત સંડોવાયેલા 28 જણા વિરુદ્ધ ફરીયાદ નોધવા અરજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...