તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલોલ શાક માર્કેટમાં લારી મુકવા 2 લારીઓ વાળાનો ઝઘડો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ શહેરમાં નાના બગીચાની પાછળ નવી શાકભાજી માર્કેટમાં અસંખ્ય શાકભાજીની લારીઓ તેમજ પથારાઓ લગાવવા છાસવારે ઝઘડા થાય છે. લારી મુકવા બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડો લોહીયાળ સાબિત થયો હતો. જેમાં અશોક અમૃતલાલ ભોઈ રહે.પ્રેમ એસ્ટેટ.ગોધરા રોડ હાલોલ તેમજ પુમન ઉર્ફે પુનિયો સોમાભાઈ રાજપૂત.રહે ઓડફળીયા હાલોલ નાઓ વચ્ચે લારીની જગ્યા બાબતે તકરાર થવા પામી હતી જેમાં બોલાચાલી ઉગ્ર થતા ઉશ્કેરાયેલા પૂનમ ઉર્ફે પુનિયાએ લોંખડની ધારદાર છરી વડે અશોક ઉપર હુમલો કર્યો હતો. જેમાં પૂનિયાએ અશોકના ડાબા ગાલ છરીના ઘાથી ફાટી જવા પામ્યો હતો જ્યારે અશોકના જમણા હાથના કાંડામાં પણ છરીથી ઈજાઓ પહોંચી હતી. પુનિયો અશોકને લોહીલુહાણ કરી ત્યાંથી ભાગી ગયો હતો.

અશોકના ગાલેથી લોહીની ધાર વહેવા લાગતા આસપાસના લોકાએ બુમાબૂમ કરી મૂકી હતી. જેમાં આસપાસના વેપારી તથા દોડી આવ્યા હતાં. જ્યાં અશોકને તાત્કાલિક નજીક આવેલા ખાનગી દવાખાને લઈ ગયા હતા જેમાં ડાબો ગાલ ફાટી ગયો હતો ત્યાં વીસથી બાવીસ ટાકા લેવા પડ્યા હતા જેમાં છરી નો ઘા એટલો ઘાતક હતો કે અશોકના ગાલ પાછળ આવેલ દાત પણ બહાર આવી ગયા હતા. બનાવની જાણ થતા હાલોલ પોલીસેે દોડી આવી ગુનો નોંધી પૂનમ ઉર્ફે પૂનિયાની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...