તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dahod News 1100 Students Tried Their Hand In The Character Writing Competition 022214

1100 છાત્રોએ અક્ષર લેખન સ્પર્ધામાં હાથ અજમાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુંદરલેખન માટે ગાંધીજીનો વિચાર છે કે, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. સુંદર અક્ષર એ વિદ્યાના દેવી મા સરસ્વતીનું આવશ્યક અંગ છે. અભ્યાસમાં ઉત્તમ હોઈએ પણ અક્ષર સુંદર નહી હોય તો તે આપણી સર્વ સિદ્ધિઓને ઢાંકી જ દેશે.

આજના આધુનિક યુગમાં જયારે ઉત્તમ શિક્ષણ મેળવવાની હોડ જામી છે ત્યારે અભ્યાસમાં નિપુર્ણ હોવાની સાથે સાથે સારા અક્ષર હોવા પણ એટલા જ જરૂરી છે. બાળકો સુંદર અક્ષર લેખનનું મહત્વ સાંજે તે માટે દાહોદની ધ કેવલ ગ્રુપ દ્વારા 6 જાન્યુઆરી ના રોજ સવારે 10 કલાકે દાહોદના ગોવિંદનગર સ્થિત પ્રસંગ હોલમાં એક અક્ષર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં પ્રથમ વખત યોજાયેલ આ જાહેર સ્પર્ધામાં ધો.1થી 12ના મળી આશરે 1100થી વધુ વિધાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એમાં જુદા જુદા વર્ગના બાળકો પ્રમાણે અલગ અલગ લેખન આપવામાં આવ્યું હતું. જેને બાળકો દ્વારા નિર્ધારિત સમયમાં પૂર્ણ કર્યું હતું અને સંચાલકો પાસે જવાબવહી જમા કરાવી હતી. આ સ્પર્ધાના વિજેતાઓના નામ અને સ્પર્ધા નું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા હવે પછીથી અન્ય કાર્યક્રમ થકી જાહેર કરવામાં આવશે તેવું સંચાલકો દ્વારા જણાવાયું હતું. આ કાર્યક્રમ દ્વારા સંસ્થા દ્વારા “અક્ષર લેખન” નું મહત્વ સમજાવવાનો એક સરાહનીય પ્રયત્ન કર્યો હતો.

દાહોદ શહેરમાં અક્ષર લેખન સ્પર્ધામાં યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...