‘ધની’ કહેવાતા ગામની મહિલાઓને પાણીની ‘ગરીબી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જીલ્લામાં ચાલુ વર્ષે ઓછા વરસાદને લઈને કેટલાક ગામોમાં ભર શીયાળે પાણીની તંગી શરૂ થઈ જવા પામી છે. જિલ્લાના કવાંટ તાલુકાના નાનકડા ધનીવાડા ગામની મહિલાઓ તેની બોલતી તસવીર છે. હજુતો શિયાળો ચાલે છે ત્યારે જ 15 બોરમાં પાણી ખલાશ અને બાકીના બચેલા 5-7 બોરમાં માંડ બે બેડા પાણી નીકળે છે. દિવસભર એક બોરથી બીજા બોર પર બે બેડાં પાણી માટે ભટકતી રહેતી ગામની લાચાર મહિલાઓને રાંધવાનો સમય મળતો નથી અને અડધો દહાડો પાણી માટે કાઢ઼વો પડે. જેના પરિણામે મજુરી કામ માટે પણ જઇ શકાતુ નથી. ગામના મુંગા પશુઓની હાલતતો અત્યંત દયનિય છે. ગામમાં આવેલી ત્રણ ટાંકી પૈકી મોટી ટાંકી તો શરૂ જ નથી થઇ અને નાની ટાંકી બોરમાંથી ભરાય છે પરંતુ બોરમાં જ પાણી નથી તો કરવુ શુ ? તંત્ર જો વ્યવસ્થા નહિં કરે તો ઉનાળામાં ગામ લોકોને પીવાના પાણી માટે પણ હિજરત કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાશે. 
અન્ય સમાચારો પણ છે...