નસવાડી ગ્રામ પંચાયત વરસાદી કાશ ખુલ્લો ન કરતા પાણી ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી: સરકાર ફળીયા ચાર રસ્તા વિસ્તારમાં તણખલા રોડ, ચાર રસ્તા રોડનું વરસાદી પાણી ન ભરાય તે માટે વર્ષો જૂનો વરસાદી કાશ નસવાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો હતો જે વરસાદી કાશ છેલ્લા કેટલાય સમયથી ભરાઈ જતા વરસાદી પાણીનો નિકાલ થતો નથી. થોડા વરસાદમાં પાણી ભરાય જાય છે જે પાણી સતત ભરાઈ રહેતા ગંદકી થાય છે. નસવાડી જૂથ ગ્રામ પંચાયતના તલાટીને અવાર નવાર સ્થાનિકો દ્વારા રજુઆત કરતા આખરે વરસાદી કાશ રહેણાંક મકાન માલીક દ્વારા બંધ કરાયા હોવાનું જાણવા મળેલ જેને લઈ નસવાડી તલાટી દ્વારા જે મકાન માલીક દ્વારા વરસાદી કાશ બંધ કરેલ તેને નોટીસ આપેલ હોવા છતાંય પાણીનો માર્ગ ખુલો કરવામાં આવ્યો નથી.

 

પાણી જન્ય રોગચાળો ફેલાય તો નવાઈ નહી

 

જ્યારે બુધવારના રોજ સતત વરસાદને લઈ વરસાદી કાશ આગળ જ મોટી માત્રમાં પાણી ભરાયું હતું જે પાણી ભરાતા ગ્રામજનો હેરાન થયા હતા. થોડી જ વારમાં ઘુંટણ સમા પાણી ભરાતા રહેણાંક મકાનમા રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નસવાડી જુથ ગ્રામ પંચાયત દ્વારા વરસાદ આવતા પહેલા પ્રિ મોંનશુંનને લગતી કામગીરી કરવાની હોવા છતાંય આખરે ફક્ત લીપાપોતી કરાય છે. વરસાદ શરૂ થતાં જ પાણીનો ભરાવો થયો હોય જો સતત વરસાદ થશે તો પાણી જન્ય રોગચાળો ફેલાય તો નવાઈ નહી.

 

 

શુ કહ્યું ગ્રામ પંચાયત તલાટીએ 

 

 

વરસાદી પાણી નથી જતું જે દબાળ કરેલ હોય આગામી દીવસમાં દૂર કરાશે. વરસાદી પાણી નથી જતું બાબતે દબાળ કરતાઓને નોટીસ આપી દબાળ દૂર કરવાનું સ્થગિત કરાયું હતું. હજુ પાણીનો નિકાલ થયો ન હોય આગામી દીવસમાં દબાળ દૂર કરવા કાયદેસરના પગલાં ભરીશું.- હિતેશભાઈ પરમાર. તલાટી કમ મંત્રી નસવાડી. (મેટર,તસવીર ઈરફાન મેમણ)

અન્ય સમાચારો પણ છે...