Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Panchmahal » villagers sat on a hunger strike with allegations of corruption in MNREGA scheme

મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કછાટાના ગ્રામજનો ભૂખ હડતાળ ઉપર બેઠા

Divyabhaskar.com | Updated - Jul 28, 2018, 03:25 AM

તટસ્થના તપાસની માંગ સાથે 70 થી 80 જેટલા સ્ત્રી-પુરુષો તાલુકા પંચાયત કચેરીની સામે હડતાળ પર બેઠા

  • villagers sat on a hunger strike with allegations of corruption in MNREGA scheme

    સંખેડા: સંખેડા તાલુકાના કછાટા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર બાબતે આજે ગ્રામજનો તાલુકા પંચાયત કચેરીની સામે ભૂખ હડતાળ ઉપર ઉતાર્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મૃત વ્યક્તિ અને માનસિક બીમાર વ્યક્તિના નામે પણ પૈસા ઉપાડી લેવાયા છે. ટી.ડી.ઓ.એ તપાસ માટે ટીમ મોકલી પણ ટીમ કછાટા પહોંચી નહી.


    સંખેડા તાલુકાના કછાટા ગામે ગત વરસે તળાવ ઉંડુ કરવાની કામગીરી કરાઈ હતી. જે સિવાય અન્ય કામગીરી પણ મનરેગા યોજનામાં થયેલી છે. જેમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે ગયા વરસે તળાવ ઉંડુ કરવાની કામગીરી કરાઈ નથી. એના સિવાય જ નાણા ઉપાડી લેવાયા છે. તાજેતરમાં ગ્રામજનોએ અવાર નવાર લેખિત રજૂઆતો કરીને તપાસની માંગ કરી હતી. જે બાબતે તાલુકા પંચાયત દ્વારા તપાસ કરાઈ હતી. પણ ગ્રામજનોને આ તપાસ બાબતે સંતોષ નહોતો. જેથી ગ્રામજનો તટસ્થ તપાસની માંગ સાથે સંખેડા તાલુકા પંચાયત કચેરીની સામે ભૂખ હડતાળ ઉપર બેસી ગયા છે. આશરે 70 થી 80 જેટલા સ્ત્રી-પુરુષો અહીંયા ભૂખ હડતાળ ઉપર ઉતરેલા છે.

    ગામમાં તપાસ માટે ટીમ બનાવી મોકલી છે


    ગ્રારામજનોની રજુઆત બાબતે તપાસ કરવામાં આવશે.અને તળાવ બાબતેની રજુઆત બાબતે ગામમાં તપાસ માટે ટીમ મોકલી છે. જોકે મોડી સાંજે કેટલાક ગ્રામજનોએ જણાવ્યું હતું કે એમના ગામમાં તપાસ માટે કોઇ ટીમ આવી જ નથી. - રમેશભાઈ રાઠવા,સંખેડા ટીડીઓ

    મૃત્ય પામેલ વ્યક્તિને કામગીરી કરવા આવેલી બતાવવામાં આવી


    કછાટા ગામે નરેગા યોજનામાં જે મજૂરો કામમાં લેવાયા હતા.એ પૈકીનો એક કર્મચારી તો છ એક વરસ પહેલાં મૃત્યુ પામ્યો છે છતાં એ કામગીરીમાં આવેલો બતાડવામાં આવ્યો છે. અને પૈસા પણ ઉપાડેલા છે. જ્યારે અન્ય એક મહિલા તો વરસોથી માનસિક રીતે અસ્વસ્થ છે. એને પોતાને ખાવા-પીવા કે અન્ય બાબતોનું ધ્યાન નથી રહેતું તો એ કેવી રીતે કામે આવી એની તપાસ થવી જોઈએ. - હસમુખભાઈ તરબદા, સ્થાનિક

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending