તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રવાસન યાત્રાધામ સ્થળોની સુવિધા વધારવા તાકીદ | Urgent To Increase Tourism pilgrimage Facilities

પ્રવાસન-યાત્રાધામ સ્થળોની સુવિધા વધારવા તાકીદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં પણ પ્રવાસન અને યાત્રાધામ સ્થળોના વિકાસ અર્થે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન અને યાત્રાધામ સમિતિની બેઠક કોન્ફરન્સ હોલ, છોટાઉદેપુર ખાતે યોજાઇ હતી. આ અવસરે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યુ હતું કે, જિલ્લાના પ્રવાસન સ્થળો સહેલાણીઓ માટે નજરાણુ બની રહે તેમજ પ્રવાસન અને યાત્રાધામ સ્થળો માટે પર્યાપ્ત માળખાકિય સુવિધાઓ સ્વચ્છ અને પ્રાથમિક સવલતો પ્રાપ્ત થાય તે માટે સુઘડ આયોજન કરી પ્રવાસન સ્થળોને વિકસિત કરવા તાકીદ કરી હતી.

 

સાંસદ રામસિંહ રાઠવાએ જિલ્લાના પ્રવાસન સ્થળો રમણીય, નયનરમ્ય તેમજ બહારથી આવતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે પૂરતી કાળજી રાખી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સુચારૂ આયોજન કરી પ્રવાસન સ્થળોને વિકસિત કરવા માર્ગદર્શન પૂરૂં પાડયુ હતું. પાવી-જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામ સ્થળો સહેલાણીઓ માટે પ્રાથમિક સગવડો પ્રાપ્ત થાય તેવું આયોજન કરી વિકસિત કરવા સલાહ આપી હતી.

 

બેઠકમાં જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામ સ્થળોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં હાંફેશ્વર, ઝંડહનુમાન, સોનગીર-ઇન્દ્રાલ, તરગોળ, કેવડી અને તાંદલજા પ્રવાસન સ્થળોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત કુસમસાગર તળાવ છોટાઉદેપુર, માખણીયા પર્વત, નાના અંબાજી મંદિર નસવાડી, તેલાવ, નાખલ ઝરણુ (વોટર ફોલ) અને હરસિદ્ધિ માતાજી મંદિર જેવા સ્થળોને વિકસાવવા જરૂરી આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...