પાવાગઢના વડા તળાવમાં ડૂબી જતા વડોદરાના ત્રણ મિત્રોના મોત

ફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા

DivyaBhaskar.com | Updated - Jul 30, 2018, 02:19 PM
પાવાગઢના વડા તળાવમાં ડૂબી જતા વડોદરાના ત્રણ મિત્રોના મોત
પાવાગઢના વડા તળાવમાં ડૂબી જતા વડોદરાના ત્રણ મિત્રોના મોત

હાલોલઃ પાવાગઢ ખાતે આવેલા વડા તળાવમાં ડૂબી જતા વડોદરાનાં ત્રણ મિત્રોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા.

પાવાગઢના વડા તળાવમાં ડૂબી જતા વડોદરાના ત્રણ મિત્રોના મોત

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો આજે પાવાગઢ ફરવા માટે ગયા હતા. જ્યાં ત્રણેય મિત્રો પાવાગઢ ખાતે આવેલા વડા તળાવમાં ન્હાવા માટે પડ્યા હતાં. તળાવના ઉંડા પાણીમાં ત્રણેય મિત્રો ડૂબવા લાગ્યા હતા. કેટલાક લોકો ત્રણ મિત્રોને ડૂબતા જોઇ ગયા હતા જેથી તેઓએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય મૃતકો વડોદરાના સલાડવાડા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં તપન ચિરાગભાઇ શાહ(ઉ.વ.19) અને વૈભવ મુકુન્દરાવ માડવકર(ઉ.વ.21) અને ગજમલ સોનુ દેવરેનો સમાવેશ થાય છે.

વડા તળાવ પાસેથી એક્સેસ સ્કૂટર પણ મળી આવ્યું

વડા તળાવ પાસેથી એક્સેસ સ્કૂટર પણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ દોડી ગઇ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત હાલોલ મામલતદાર પણ સ્થળ પર પહોંચ્યા હતા.

બે વર્ષ પહેલા વડા તળાવમાં ત્રણ યુવાન ડૂબ્યા હતા

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા પાવાગઢના વડા તળાવમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામના ત્રણ મિત્રો ડૂબીને મોતને ભેટ્યા હતા.

ફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા
ફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા
ફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા
ફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા
વડા તળાવ પાસેથી એક્સેસ સ્કૂટર પણ મળી આવ્યું હતું
વડા તળાવ પાસેથી એક્સેસ સ્કૂટર પણ મળી આવ્યું હતું
X
પાવાગઢના વડા તળાવમાં ડૂબી જતા વડોદરાના ત્રણ મિત્રોના મોતપાવાગઢના વડા તળાવમાં ડૂબી જતા વડોદરાના ત્રણ મિત્રોના મોત
ફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યાફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા
ફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યાફાયરબ્રિગેડે તળાવમાં શોધખોળ કરતા ત્રણેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા
વડા તળાવ પાસેથી એક્સેસ સ્કૂટર પણ મળી આવ્યું હતુંવડા તળાવ પાસેથી એક્સેસ સ્કૂટર પણ મળી આવ્યું હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App