Home » Madhya Gujarat » Latest News » Panchmahal » The young man was lengthened in 19500 to return the wallet received from the road

રસ્તામાંથી મળેલ પાકીટ પરત કરવામાં યુવાનને 19500નો ચૂનો લાગ્યો

Divyabhaskar.com | Updated - Aug 26, 2018, 11:58 PM

માનવતા મરી પરવારી નથી ને સાર્થક કરતી ઘટના, હાલોલના યુવાન સાથે બનેલો બનાવ

  • The young man was lengthened in 19500 to return the wallet received from the road

    હાલોલ : કહેવાતા કળયુગમાં પણ માનવતા અકબંધ હોવાને સાર્થક કરતી ઘટના હાલોલમાં પ્રકાશમાં આવી છે પરંતુ યુવાન ને તેની પ્રમાણિકતા દાખવવા 19.500 ચૂકવવાનો વારો આવીયો છે. હાલોલ પાવાગઢ રોડ પર કુંભરવાડા માં રહેતો જાબીર ઉર્ફે ટોટો નવ દિવસ અગાઉ સાંજના સમયે હાલોલ સાક માર્કેટ માંથી બાઈક લઇ ઘર તરફ આવતો હતો જયાં રસ્તાની સાઈડ માં એક કાળા કલર નું પાકીટ પડેલું જોતા બાઈક ઉભી રાખી પાકીટ ઉઠાવવા જતા જ બીજા એક રાહદારી યુવાને પાકીટ ઉઠાવી લીધું.

    પાકીટ માં ચેક કરતા પાકીટ માં રોકડા 9000 તેમજ એ. ટી.એમ આધાર કાર્ડ પાન કાર્ડ સહિત અગત્ય ના દસ્તાવેજો હતા પાકીટ લેનાર યુવાન ને જાબીર એ કહિયું કે આ પાકીટ કોઈ ની અમાનત છે આપણે તેમનું એડ્રેસ શોધી પરત કરી દઈએ પરંતુ યુવાન ન માનતા જાબીર એ પોતાની પાસે થી રોકડા 9000 આપી પાકીટ યુવાન પાસેથી લઈ પાકીટના માલીક સુધી પોહચડવા નિર્ણય કરયો.

    પાકીટ ના આધાર કાર્ડ બેંક એ ટી એમ ના આધારે તપાસ કરતા પાકીટ હાલોલ ની એક ફાર્માસી કંપની માં નોકરી કરતા સુજીત કુમાર સિંઘ નું હોવાનું જણાતા જાબીર તેમનો મોબાઇલ પર સંપર્ક કરતા છ દિવસ સુધી સંપર્ક ન થતા જાબીરે રૂપિયા ભરેલું પાકીટ તેના ડ્રાઈવર ને મુકવા આપેલ છ દિવસ પછી સુજીત કુમાર નો જાબીર પર ફોન આવતા પાકીટ મને મળ્યું છે અને તમે પાવાગઢ રોડ પર નુરાની સ્ટોર પર આવી પાકીટ લઈ જાવ નું કહેતા સુજીતકુમાર પાકીટ લેવા માટે આવી પોહચ્યા હતા.

    જાબીર એ તેના ડ્રાઈવર ને ફોન કરી કહેલ કે પાકીટ ના માલીક પાકીટ લેવા આવે છે તું સ્ટોર પર પાકીટ આપી જા ડ્રાઈવર એ ખચકાતા ખચકાતા બોલિયો કે પાકીટ મારાથી ખોવાઈ ગયુ છે નું કહેતા જાબીર ની અગ્નિ પરીક્ષા શરૂ થઇ હોય એમ હવે પાકીટ માંલિક ને શું જવાબ આપવોના અવઢળ વચ્ચે સુજીત કુમાર આવી પહોચતા જાબીર એ હકીકત કહેતા તેઓ ગળગળા થઈ ગયા હતા જાબીર એ સુજીત કુમાર ને 10000 રોકડા આપ્યા આમ જાબીરને પાકીટ પરતની પ્રામાણિકતા સાબિત કરવા 19000નો ભોગવાનો વારો આવ્યો હતો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ