પતિના આડાસંબંધથી કંટાળી 2 સંતાન સાથે માતાની આત્મહત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોધરા: શહેરાના બોરિયાવી ગામે પિયરમાં આવેલી મહિલા અને તેના બે પુત્રોએ ધરકકાંસના કારણે કોઇ ઝેરી દવા પી લેતાં ત્રણેવના મોત નિપજયા હતા.આત્મહત્યાના બનાવની પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.ત્રણેવના મુત્યદેહ ગોધરા સિવિલ ખાતે લાવ્યા હતા. 


મળતી માહતી મુજબ શહેરા તાલુકાના બોરીયાવી ગામે રહેતી સવિતાબેન બારીઆના લગ્ન ઉંડારા ગામે મહેન્દ્રભાઇ સાથે થયા હતા. એક જ ધરમાં બે બહેનોના લગ્ન થયા હોવાનું સંગાઓએ જણાવ્યું હતું. તેઓને સંતાનમાં  બે પુત્રો 2 વર્ષનો ઉમંગ અને 4 વર્ષનો ઉમેશ  ધરકકાંસમાં સવિતાબેન તેના પિયર બોરીયાવી ગામે હોળી કરવા આવ્યા હતા. જયાં રવિવારે સવિતાબેને તેઓના બે પુત્રો ઉમંગ અને ઉમેશને ઝેરી દવા પીવડાવી દીધી હતી. અને બાદમાં માતાએ ઝેરી દવા પી લીધી હતી.

 

ઝેરી દવા પીધી હોવાની તેઓના ધરના સભ્યો  અને ફળીયાવાળાને થતાં તેઓ દોડી આવ્યા હતા. ધરના નળીયા કાઢીને ધરનો દરવાજો ખોલ્યો હતો. તેઓને  ગંભીર હાલત સારવાર માટે  શહેરા બાદ ગોધરા સિવિલ ખાતે લાવ્યા હતા. જયા સારવાર દરમ્યાન માતા અને બે પુત્રોના  મોત નિપજયું હતા જ પરીવાર પર આભ તુંટી પડયું હતું. મૃતકની માતાએ જણાવ્યું હતું કે મારા જમાઇ ના આડા સંબધના કારણે અવાર નવાર ઝધડો બનેં વચ્ચે થતાં હતા.

 

ઝધડાઓથી કંટાળીને હોળી તહેવાર મનાવવા માટે બે છોકરા સાથે તે શહેરાના બોરીયાવી ગામે પિયર આવ્યા હતા. એક જ ધરમાં માતા બે પુત્રોનો સામુહિક આત્મ હત્યા થતાં શહેરા પંથક હાહાકાર મચી ગયો હતો..પરીવાર જનો બનાવની પોલીસ ફરીયાદ નોધાવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...