Home » Madhya Gujarat » Latest News » Panchmahal » The newcomers of bootleggers caught vulgar liquor in Gujarat on the Narmada river

બુટલેગરોનો નવો કિમીયો નર્મદા નદી વાટે ગુજરાતમાં ઘુસાડાતો દારૂ પકડાયો

Divyabhaskar.com | Updated - Jul 07, 2018, 07:25 AM

તૂરખેડા ગામ પાસે નર્મદા નદીના કિનારેથી 3 બોટમાંથી 19.29 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

  • The newcomers of bootleggers caught vulgar liquor in Gujarat on the Narmada river
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પાવી જેતપુરઃ બુટલેગરોએ રાજ્યમાં દારૂ ઘૂસાડવા માટે હવે નવો કીમિયો અજમાવ્યો છે. મહારાષ્ટ્રમાંથી નર્મદા નદીમાં બોટ દ્વારા દારૂ લાવવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. ગુરુવારે મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નર્મદા નદીમાં બોટ દ્વારા દારૂ આવવાનો હોવાની માહિતી મળતા કવાંટ પોલીસે નર્મદા નદી કિનારે આવેલ તુરખેડા ગામ નજીકવોચ રાખી હતી. જેમાં ત્રણ બોટમાં વિદેશી દારૂ ભરેલી 614 નંગ પેટી ભરીને ત્રણ બોટ આવી રહી હતી. ત્યારે કવાંટ પોલીસે રાત્રીના અંધારામાં મહારાષ્ટ્રથી આવતો ઈંગ્લીશ દારૂ કિંમત રૂ. 19,29,490 અને ત્રણ બોટની કિંમત રૂ. 3,50,0000 મળી કુલ 22,79,490 વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.સાથે સાથે દારૂની ખેપ મારતા બુટલેગરો પકડવા જતાં એક બુટલેગર ઝડપાઇ ગયો હતો. જ્યારે બે બુટલેગર ફરાર થઈ ગયા હતા. તૂરખેડા ગામ નજીક રસ્તોના હોવાથી નર્મદા નદીના માર્ગે દારુની હેરફેર થાય છે.

    દારૂ હાફેશ્વર ખાતે લાવવામાં આવ્યો હતો.

    છોટાઉદેપુરના તૂરખેડા ગામ નજીક નર્મદા નદીના કિનારેથી ત્રણ બોટ સાથે એક આરોપને પોલીસે ઝડપી પાડ્યો છે. બે આરોપી ફરાર થઇ ગયા છે. તૂરખેડા ગામમાં રસ્તાની સુવિધાના હોવાથી વિદેશી દારૂ હાફેશ્વર ખાતે નદીના માર્ગે લાવવવામાં આવ્યો હતો અને ત્યાંથી બે ટેમ્પો ધ્વારા કવાંટ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.

    પ્રવાહ પલટાયો...


    તૂરખેડામાંથી પોલીસે અનોખી રીતે લાવવામાં આવતો દારૂ ઝડપી પાડતાં ચકચાર જામી છે. અમદાવાદમાં દેશી દારૂની ઘટના બાદ છેલ્લા 3 દિવસથી રાજ્યમાં વિવિધ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે જ પાવી જેતપુરમાંથી આ ઘટના બહાર આવી છે.


  • The newcomers of bootleggers caught vulgar liquor in Gujarat on the Narmada river
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The newcomers of bootleggers caught vulgar liquor in Gujarat on the Narmada river
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ