Home » Madhya Gujarat » Latest News » Panchmahal » The IAS officer of Chhotaudepur district gets a bicycle from the office

સાયકલથી ઓફિસ જાય છે છોટાઉદેપુર જિલ્લાના આ IAS અધિકારી

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:53 AM

સાયકલ ચલાવાથી પ્રદુષણ અટકે છે અને તેની સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય પણ જળવાય છે.

  • The IAS officer of Chhotaudepur district gets a bicycle from the office
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    છોટાઉદેપુર: ભાગદોડ અને વ્યસ્ત જીવનમાં લોકો અવર જવર માટે સામાન્યપણે બાઈક કે કાર નો ઉપયોગ કરતા હોય છે. તો કેટલાક લોકો ફક્ત દેખાવા માટે લક્ઝરીયસ વાહનોનો ઉપયોગ કરે છે. પરંતુ છોટાઉદેપુરના યુવાન અને ઉત્સાહી IAS ઓફિસર એવા પ્રવીણ ચૌધરી ઓફિસ જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. છોટાઉદેપુરના એસ.ડી.એમ. તરીકે ફરજ બજાવતાં પ્રવીણ ચૌધરીનું કહેવું છે કે સાયકલ ચલાવાથી પ્રદુષણ અટકે છે અને તેની સાથે તંદુરસ્ત સ્વાસ્થ્ય પણ જળવાય છે.વાતાવરણમાં ફેલાતા પ્રદુષણને અટકાવવા પેટ્રોલ, ડીઝલથી ચાલતાં વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ.


    એસ.ડી.એમ. તરીકેની અતિ વ્યસ્ત અને મહત્વના હોદ્દા ઉપર હોવા છતાં પોતાના સરકારી વાહનના બદલે સાયકલની સવારી કરી પ્રવીણ ચૌધરી આમ લોકોને પર્યાવરણ સંરક્ષણ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. આજકાલ શાળાએ જતાં બાળકો પણ બાઈક લઈને શાળા કે ટ્યુશન જતા હોય છે. સાયકલ ચલાવા આજની નવી પેઢી શરમ અનુભવે છે. ત્યારે એક IAS ઓફિસરની સાયકલ સવારી ટીન એજર્સ અને યુવાનોમાં જાગૃતતા લાવશે તેમ લાગી રહ્યું છે.(તસવીર- કલ્પેશ પંચોલી)

    વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

  • The IAS officer of Chhotaudepur district gets a bicycle from the office
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The IAS officer of Chhotaudepur district gets a bicycle from the office
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ